Categories: Business Trending

શેરબજારમાં ઐતિહાસિક દિવસઃ સેન્સેક્સ ૩૯ હજારને પાર

(એજન્સી): શેરબજાર માટે નવા નાણાકીય વર્ષની શરૂઆત ધમાકેદાર તેજી સાથે થઇ છે. આજે મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે પ્રારંભિક ટ્રેડિંગમાં સેન્સેક્સ પ્રથમ વખત ૩૯,૦૦૦ને વટાવવામાં સફળ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી ૧૧,૭૦૦ની સપાટીને વટાવી ગઇ હતી. ૨૦૦થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે ૩૮,૮૬૯ પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૩ પોઇન્ટની તેજી સાથે ૧૧,૬૭૭ પર ખૂલી હતી.

ત્યાર બાદ આજે બજારમાં તેજીનો પ્રવાહ ચાલુ રહ્યો છે અને આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૩૨૦ પોઇન્ટના ઉછાળા સાથે ૩૮,૯૯૩ પર અને નિફ્ટી ૭૪ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૬૯૮ પર ટ્રેડ કરી રહી છે. આમ, નિફ્ટી ૧૧,૭૦૦ની નજીક છે. નિફ્ટીનો ઓલટાઇમ હાઇ ૧૧,૭૬૦ છે. આમ, નિફ્ટી તેની ટોચથી માત્ર ૭૦ પોઇન્ટ દૂર છે. બજારમાં ચોમેરથી લેવાલી જોવા મળી રહી છે.

પીએસયુ બેન્ક, ઓટો અને મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ તેજી જોવા મળી છે. ટાટા મોટર્સ અને વેદાંતામાં લગભગ ચાર ટકા જેટલી તેજી દેખાઇ રહી છે. એનર્જી, આઇટી, ઇન્ફ્રા અને ફાર્મા સેક્ટરમાં પણ તેજી જોવા મળી રહી છે. પ્રારંભિક ટ્રેડિંગમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, બજાજ ઓટો, આઇશર મોટર, ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતા જોવા મળ્યા છે. બીજી બાજુ ટ્રેડિંગની શરૂઆતે સિપ્લા, બીપીસીએલ, આઇઓસીમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.

કેડિયા કોમોડિટીના એમડીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહે અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ વોર સમાપ્ત થવાના અણસાર છે. મેટલ શેરમાં આજે તેજીનો સંકેત જોવાયો છે. રૂપિયામાં જોકે આજે
૧ એપ્રિલના રોજ કરન્સી માર્કેટમાં ટ્રેડિંગ થનાર નથી.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago