ઇરફાન ખાનની બિમારીને લઇને પત્ની તોડ્યું મૌન… જાણો શું કહ્યું…

છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટર પર અજાણી બિમારીથી પીડિત હોવાના સમાચાર પર ખુલાસો કરતાં અભિનેતા ઇરફાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આંચકો આપ્યો હતો. આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકોમાં ઇરફાનની બિમારીને લઇને ઘણી ઉત્સુકતા જોવા મળી હતી.

ઇરફાનના ચાહકોના મનમાં એક જ સવાલ થાય છે કે અભિનેતા ઇરફાન ખાન કઇ બિમારીનો શિકાર બન્યો છે? ઇરફાન ખાનની બિમારીને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે પ્રથમ વખતા ઇરફાનના પરિવારે મૌન તોડ્યું છે. ઇરફાનની પત્ની સુતાપા સિકદરે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકો કઇ બિમારી થઇ છે તેની પાછળ સમય ન વેડફે પરંતુ પ્રાર્થના કરે.

ઇરફાન ખાનની પત્ની ફેસબુક પર નિવેદન આપતા જણાવ્યું કે મારો બેસ્ટ મિત્ર અને મારો સાથી એક ‘યોદ્ધા’ છે. તે દરેક મુશ્કેલીનો સામનો કરી શકે તેમ છે. હું જાણું છું કે ઇરફાનના ચાહકો અને મિત્રોના પ્રેમથી આ જંગમાં જીત અમારી જ થશે. મને ખબર છે કે દરેક ચાહકના મનમાં જિજ્ઞાસા તેમજ ચિંતા તેની બિમારીને લઇને થઇ રહી છે પરંતુ તેમાં પોતાની શક્તિ વેડફવા કરતાં ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ.

You might also like