વડોદરા ઓનલાઇન ચાલતા હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટમાં માતા પુત્રની સંડોવણી

વડોદરા : શહેરમાં ઇન્ટર નેટના માધ્યમથી હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવી રહેલા માતા પુત્રનો શહેર એસ.ઓ.જી અને મહિલા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે માતા પુત્ર પૈકી પુત્રની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત્ત જાન્યુઆરીએ પોલીસે ઇન્ટરનેટના માધ્યમથી ચાલી રહેલ સેક્સ રેકેટમાં બે નેપાળી યુવતીઓ અને યુવતીઓને ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરતા રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.

એસ.ઓ.જી પોલીસ PSI હિતેન્દ્ર વ્યાસ અને મહિલા પોલીસ મથકનાં PSI મનિષા ગોહીલે શહેરમાં ઇન્ટરનેટ માધ્યમથી ચાલી રહેલ સેક્સ રેકેટને ગત્ત જાન્યુઆરી માસમાં ઝડપી પાડ્યું હતું.

પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે ટીમે બાતમીના આધારે અલકાપુરી વિસ્તારમાંથી બે નેપાળી કોલગર્લને રિક્ષામાંબેસાડી ગ્રાહક પાસે લઇ જતા રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો.

You might also like