SC નો ઐતિહાસિક નિર્ણય, ધર્મના નામ પર વોટ માંગવો ગેરકાનૂની

728_90

નવી દિલ્હી: ધર્મની આડમાં વોટ માંગનાર લોકોને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હિંદુત્વ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે બંને પક્ષોની દલીલો સાંભળીને કહ્યું કે ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ત્યારે લીધો છે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત દેશના ઘણા રાજ્યોમાં આ વર્ષે ચૂંટણી થનારી છે.

સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય પીઠે કહ્યું કે, ‘ધર્મ, જાતિ, ભાષાના આધાર પર વોટ માંગી શકાશે નહીં. આપણું સંવિધાન ઘર્મનિરપેક્ષ છે અને એમની આ પ્રકૃતિને બનાવી રાખવી જોઇએ. ઉમેદવાર અથવા એજન્ટ ધર્મનો ઉપયોગ કરી શકશે નહીં.’


સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી એક ધર્મનિરપેક્ષ અભ્યાસ છે અને આ પ્રક્રિયા હંમેશા ચાલુ રહેવી જોઇએ. જો કે સુપ્રીમ કોર્ટે આગળ એવી પણ સ્પષ્ટતા કરી કે કોઇ વ્યક્તિ અને ભગવાનની વચ્ચેનો સંબંઘ વ્યક્તિગત બાબત છે. આ સંબંધમાં રાજ્યને હસ્તક્ષેપની પરવાનગી નથી.

કોર્ટે આ નિર્ણય હિંદુત્વ બાબતથી જોડાયેલી કેટલીક અરજીની સુનાવણી દરમિયાન આપ્યો. આ પહેલા સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાજએ એક અરજીમાં કોર્ટ પાસે હસ્તક્ષેપની માંગણી કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ધર્મ અને રાજનીતિને મિક્સ કરી શકાશે નહીં અને ધર્મ અને રાજનીતિને એક બીજાથી અલગ કરવા માટે નિર્દેશ રજૂ કરવામાં આવે.

visit: http://sambhaavnews.com/

You might also like
728_90