ભાગલા માટે હિન્દૂઓની લાલચ જવાબદાર : પાક.માં ભણાવાય છે વિકૃત ઇતિહાસ

નવીદિલ્હી : પાકિસ્તાનની શાળામાં બાળકોને ભારતના ભાગલાની અલગ જ સ્ટોરી ભણાવાઇ રહી છે. સરકાર તરફથી મંજૂર ઇતિહાસનાં પુસ્તકમાં જણાવાયું કે 90 વર્ષ પહેલા ભારત – પાકિસ્તાનના ભાગલા દરમિયાન થયેલા લોહીયાળ જંગ માટે હિન્દૂઓ જવાબદાર હતા. 15 ઓગષ્ટ, 1947એ અંગ્રેજોથી આઝાદી મળ્યાનાં એક દિવસ પહેલા પાકિસ્તાન, ભારતથી અલગ થઇ ગયું હતું. ત્યાર બાદ મોહમ્મદ અલી જિન્ના ત્યાનાં વડાપ્રધાન બન્યા, જ્યારે જવાહરલાલ નેહરૂ ભારતનાં પહેલા વડાપ્રધાન ચૂંટાયા હતા.

બલૂચિસ્તાનમાં ભણાવવામાં આવતા 5માં ધોરણનો ઇતિહાસમાં હિન્દુઓને ઠગ ગણાવાયા છે જેમણે પ્રોપર્ટી માટે મુસ્લિમોનો નરસંહાર કર્યો તેમને ભારત છોડવા માટે મજબુર કરવામાં આવ્યા. પંજાબ પ્રાન્તમાં રહેલા અફઝલે પુસ્તકમાં આપેલી માહિતીનાં આધારે સમાચાર એજન્સીને જણાવ્યું કે તેમણે અમને નીચુ જોવુ પડે તેવું કર્યું માટે અમે પાકિસ્તાન બનાવી લીધું. બીજી તરફ બોર્ડરની આ તરફ ભારતનાં વિભાજ મુદ્દે બાળકોને ભણાવાય છે કે દેશની આઝાદી સમયે મહાત્મા ગાંધી નહોતા ઇચ્છતા કે ભારતના ભાગલા પડે. તેની વિરુદ્ધ તેમણે ઉપવાસ પણ કર્યા. જ્યારે મુસ્લિમ લીગના ચીફ મોહમ્મદ અલી જીન્નાએ પોતે ગાંધી વિચારોથી અલગ હોવાનું કહ્યું કે તો તેઓ પોતાનો અલગ દેશ પાકિસ્તાન ઇચ્છે છે.

હિસ્ટ્રી પ્રોજેક્ટ પર કામ કરનારા કાસીમનાં અનુસાલ થોડા દિવસો પહેલા એક પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને બોલાવ્યા. જેમાં ભારત તરફી અને પાકિસ્તાન તરફી બંન્ને વિદ્યર્થીઓ હતા. જો કે પાકિસ્તાનનાં વિદ્યાર્થીઓ માત્ર એક તરફી ઇતિહાસ જ જાણતા હતા.

You might also like