રોહિંગ્યાઓએ ૧૦૦ હિન્દુનાં અપહરણ કરી ૯રને રહેંસી નાખ્યાનો અહેવાલ

નવી દિલ્હી: ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને મ્યાનમાર સ્ટેટ કાઉન્સિલર ઈન્ફર્મેશન ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે ગત રપ ઓગસ્ટના રોજ લગભગ ૩૦૦ રોહિંગ્યા મુસ્લિમોએ ૧૦૦ હિન્દુનાં અપહરણ કર્યા બાદ ૯રની હત્યા કરી નાખી છે, જ્યારે બાકીના આઠ લોકોને ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ બનાવી દીધા છે.

આ ઘટના ત્યારે બહાર આવી હતી કે જ્યારે મ્યાનમારની સેનાને ઉત્તર રખાઈન ગામમાં કીચડના બે ઢગલામાંથી ર૮ હિન્દુના મૃતદેહ મળી આવ્યા હતા, તેમાં કેટલીક મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મ્યાનમાર આર્મીએ જણાવ્યું કે આ નરસંહાર રોહિંગ્યા મુસ્લિમો દ્વારા કરવામાં આવ્યો છે. ટાઈમ્સ નાઉ સાથે વાતચીત કરતાં ત્યાંના એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે આ ઘટનામાં જે હિન્દુ બચી ગયા છે તેમને રોહિંગ્યા મુસ્લિમો દ્વારા બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક ઈસ્લામિક સ્ટેટ છે. તેઓ જણાવે છે કે રખાઈન સ્ટેટ રોહિંગ્યા રાજ્ય છે. અમે તેમને જણાવ્યું હતું કે આ રાજ્ય તેમનું નથી. તેમણે જણાવ્યું હતું કે તેઓ હિન્દુઓને મારી નાખશે અને અમે તેમને આવું કરતાં જોયા છે, જ્યારે તેમણે અમારાં ઘરને આગ લગાવી હતી ત્યારે અમારે ભાગી જવું પડ્યું હતું. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે આ સ્થળેથી લગભગ ૩૦ હિન્દુ લાપતા છે, જ્યારે તેમાંથી આઠના મૃતદેહ મળી આવ્યા છે. અને ૧૭ હિન્દુની કબર પણ મળી આવી છે. આ વાત અન્ય સ્થાનિક વ્યક્તિએ ગત ર૬ સપ્ટેમ્બરે ટાઈમ્સ નાઉને જણાવી હતી.

બીજી તરફ રોહિંગ્યા મુસ્લિમોથી બચી ગયેલી એક મહિલાએ જણાવ્યું હતું કે તેઓ મોઢા પર બુરખો પહેરીને આવ્યા હતા. તેમની માત્ર આંખો જ દેખાતી હતી. તેમણે અમને બંધક બનાવી લીધા હતા. તેમની પાસે કુહાડી, બંદૂક અને ચાકુ હતાં. તેમણે મારાં પરિવારજનોને ફાંસી પર લટકાવી દીધા હતા અને બાદમાં તેમણે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. તેમણે મારા પતિ અને મારી બહેન અને તેના પુત્રને ફાંસી પર લટકાવી દીધાં હતાં.

You might also like