હાફિઝ સઈદનાં સમર્થનમાં હિંદુઓએ પણ દેખાવો કર્યા

ઈસ્લામાબાદ: જમાત ઉદ દાવાના વડા અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને પાકિસ્તાનમાં નજરબંધ કરવાના વિરોધમાં જમાત ઉદ દાવા તરફથી દેખાવો થઈ રહ્યા છે  ત્યારે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે હાફિઝની નજરબંધીના વિરોધમાં સ્થાનિક હિંદુઓએ પણ દેખાવો કર્યા છે.

જમાત ઉદ દાવાએ હાફિઝ સઈદની નજરબંધીને તાત્કાલિક હટાવી દેવા માગણી કરી છે. એકસપ્રેસ ટ્રિબ્યૂનની અહેવાલ મુજબ કરાચી પ્રેસ કલબ પર જમાત ઉદ દાવાના દેખાવોમાં સ્થાનિક હિંદુઓ પણ સામેલ થયા હતા. જમાત ઉદ દાવાના નેતા ડો. મુજામિલ કુરેશીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય દબાણથી હાફિઝને નજરબંધ કરવામાં આવ્યો છે. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે થાર, બાનો ભીલ, હિંદુ પંચાયતના એક સભ્યએ જણાવ્યું કે હાફિઝ ભારત અથવા અમેરિકા માટે આતંકવાદી હશે. ટ્રિબ્યૂનના જણાવ્યા અનુસાર થારના લોકો માટે હાફિઝ એક સમાજસેવક છે. જ્યારે બીજી તરફ ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે હાફિઝ સામે કાર્યવાહી કરવા માગે છે.

http://sambhaavnews.com/

You might also like