હિન્દુઓની વસ્તીમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે ઘટાડો : કિરેન રિજીજૂ

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે ભારતમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો આવી રહ્યો છે. જ્યારે લઘુમતીઓની વસ્તી વધી રહી છે. રિજિજુએ ટ્વિટ કર્યું કે હિન્દુ વસ્તુ ભારતમાં ઘટી રહી છે કારણ કે હિન્દુ ક્યારે ધર્મ પરિવર્તન નથી કરાવતા.

બીજી તરફ લઘુમતીઓની વસ્તુ આસપાસનાં દેશોની સરખામણીએ વધી છે. મંત્રીએ કોંગ્રેસનાં હવાલાથી છપાયેલા તે સમાચાર રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અરૂણાચલ પ્રદેશને હિંદૂ બહુમતી રાજ્યમાં પરિવર્તિત કરાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે.

તેઓએ સમાચારનાં ક્લિપિંગ પણ ટ્વિટર પર પોસ્ટ કરી છે. રિજિજુએ કહ્યું કે કોંગ્રેસના આ પ્રકારનાં ભડકાઉ નિવેદનો ન આપવા જોઇએ. ભારતે એક ધર્મનિરપેક્ષ દેશ છે. અહીં તમામ ધાર્મિક સમૂહોને સ્વતંત્રતા પ્રાપ્ત છે અને તેઓ શાંતિ સાથે અહીં રહે છે.

You might also like