હિંદૂ ધર્મ છોડશે રોહિત વેમુલાની માતા અને ભાઇ

મુંબઇઃ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતી પર રોહિત વેમુલાની માતા રાધિકા અને તેનો નાનો ભાઇ મુંબઇમાં એક જાહેર કાર્યક્રમમાં બૌદ્ધ ધર્મ અપનાવશે. બૌદ્ધ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જસ્ટિસ ફોર વેમુલા આંદોલન સાથે જોડાયેલા સમર્થકો પણ શામેલ થશે. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેકરે જણાવ્યું છે કે વેમુલાના અંતિમ પત્રમાં આ બાબતનો સંકેત પ્રાપ્ત થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન રોહિતની માતાના કહેવા પર કરવામાં આવ્યું છે.

રોહિતની માતાએ માર્ચ મહિનામાં આ વિચાર અમારી સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બાબા સાહેબની જન્મજંયિત પર તેઓ સત્તાવાર રીતે બૌદ્ધ ધર્મ અપનાવી લેશે. વેમુલાએ આ વર્ષે જ જાન્યુઆરીમાં પોતાની હોસ્ટેલનના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી દેશભરમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા હતા. ત્યારે હવે રોહિતની માતા અને તેના ભાઇના ઘર્મપરિવર્તનના સમાચારે સૌ કોઇને હેરાન કરી દીધા છે. દાદા સાહેબ આંબોડકર ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાતથી આઠ મિનિટમાં આ કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવશે.

You might also like