વધી રહેલી વસ્તી માટે 4 પત્ની અને 40 બાળકોવાળા જવાબદાર : સાક્ષી મહારાજ

મેરઠ : પોતાનાં વિવાદિત નિવેદનનાં મુદ્દે હંમેશા ચર્ચામાં રહેતા ભાજપનાં ફાયરબ્રાંડ નેતા સાક્ષી મહારાજે એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાક્ષીમ મહારાજે કહ્યું કે દેશમાં વધી રહેલી વસ્તીથી થતી પરેશાનીઓ માટે હિન્દૂ જવાબદાર નથી પરંતુ તે લોકો જવાબદાર છે તેઓ ચાર ચાર બીવીઓ અને 40 બાળકો રાખે છે.

સાક્ષી મહારાજે આ નિવેદન મેરઠનાં શનિધામ મંદિરમાં આયોજીત સંત સમાગમમાં આપ્યું હતું. આ દરમિયા તંત્રની તરફથી કરાવાઇ રહેલી વીડિયોગ્રાફી દરમિયાન ભારે હોબાળો થો. વીડિયોગ્રાફી કરવા આવેલા પોલીસ કર્મચારીઓએ નારાજ સંતોને ખદેડી દીધા હતા. સાક્ષી મહારાજે દેશની વધી રહેલી સંખ્યા પર નારાજગી વ્યક્ત કરી હતી.

સાક્ષી મહારાજે કહ્યું કે જો કે વધી રહેલી વસ્તી માટે હિંદુઓ નહી પરંતુ ચાર બીબી અને 40 સંતાનોવાળા લોકો જવાબદાર છે. હવે સમય પાકી ગયો છે કે સંતાનો મુદ્દે કડક કાયદો બનાવવો જોઇએ. હવે ચાર બીવી અને 40 બાળકોનો સમય નથી રહ્યો. હવે તે નહી ચાલે માતાઓ કોઇ બાળકો પેદા કરવાનું મશીન નથી.

You might also like