કમલ હાસનનો ‘હિંદુ આતંકવાદ’ પર નવો વિવાદ, સ્વામીનો પલટવાર

કમલ હાસન પોતાના ચાહકો માટે યુનિવર્સિલ હીરોની જેમ છે, જે છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ  નિવેદનોને લઇને સમાચારમાંજોવા મળી રહ્યાં છે. કમલ હાસન તામિલનાડુના રાજકારણમાં આવાની તૈયારી કરી હોવાના સંકેત મળી રહ્યાં છે. કમલ હાસન હમણા છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી રહેલ છે. જેમાં કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓનો પણ સમાવેશ થાય છે.

હવે કમલ હાસને પોતાના એક નવા નિવેદનથી વિવાદમાં સપડાય તેવું લાગી રહ્યું છે. મશહૂર ફિલ્મ અભિનેતા કમલ હાસને કહ્યું છેકે હિંદુ આતંકવાદની વાત કરનાર લોકોને દક્ષિણવાસીઓ ક્યારે પડકારતા નથી, કારણ કે આતંક હિન્દુ કેમ્પમાં પણ પહોંચી ગયો છે. અભિનેતા કમલ હાસનના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી સુબ્રહ્મણ્ય સ્વામીએ પલટવાર  કર્યો હતો. હાલમાં કમલ હાસનના ચાહકો 7 નવેમ્બરની રાહ દેખી રહ્યાં છે, કારણ કે કમલહાસને કહ્યું હતું કે તે 7 નવેમ્બરના તેના જન્મદિવસે એક મોટી જાહેરાત કરશે.

કમલ હાસનના આ હિંદુ આતંકવાદ પર વિવાદનો મધપુડો છેડાઇ ગયો છે. ભાજપના દિગ્ગજ નેતા સુબ્રહ્મણ્ય સ્વામીએ કમલ હાસનની નિંદ કરતાં તેને નૈતિક રીતે ભ્રષ્ટ બતાવ્યું. સ્વામીએ કહ્યું કે હજી સુધી હિંદુ આતંકવાદના કોઇ પુરાવો નથી.

You might also like