ભારત-પાકિસ્તાન તણાવના કારણે હિંદુ તીર્થયાત્રીઓની યાત્રા રદ

ઇસ્લામાબાદ: ભારતમાં આશરે 200 હિંદુ તીર્થયાત્રીઓએ પોતાની પાકિસ્તાની યાત્રા રદ કરી છે કારણ કે તે લોકાને બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે યાત્રા કરવાની પરવાનગી મળી નથી. એક અધિકારીએ આજે આ જાણકારી આપી છે.

તીર્થયાત્રીઓને રાજધાની ઇસ્લામાબાદની નજીક ચકવાલમાં પવિત્ર કટાસ રાજમંદિર જવા માટે પાકિસ્તાન હાઇકમિશન દ્વારા વિઝા આપવામાં આવ્યા હતાં. તેમણે કટાસ મંદિર પરીસરની તીર્થયાકત્રા માટે, 28 નવેમ્બરે પાકિસ્તાન આવવાનું હતું. એને હિંદુઓનું એક શક્તિપીઠ માનવામાં આવી રહ્યું છે. ઇટીપીબીના અધ્યક્ષ સિદ્દીક ઉલ ફારૂકે આ જાણકારી આપી છે.

ફારૂકે વધુમાં જણાવ્યું કે તેમની નિર્ધારીત યાત્રા રદ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, ”અમે તીર્થયાત્રીઓને વિઝા આપી દીધા છે, પરંતુ એમની સરકાર તેમને પાકિસ્તાન જવાની પરવાનગી આપી નથી.” સાથે જણાવ્યું કે ભારતીય તીર્થયાત્રીઓ માટે સુરક્ષા વ્યલસ્થા પણ કરવામાં આવી છે. ફારૂકે આ યાત્રા રદ થવાનું કારણ સીમા પરનો તણાવ જણાવ્યું છે. આ વચ્ચે ભારતીય સૂત્ર એ વાત પર મક્કમ છે કે આ આયોજકોનો નિર્ણય હોઇ શકે છે તથા સરકારની આ વાત સાથે કોઇ લેવાદેવા નથી. હિંદુઓની તીર્થયાત્રીઓનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યા પહેલા હજારો સીખોએ પાકિસ્તાનમાં પોતાના પવિત્ર સ્થળ પર યાત્રા કરી હતી. હિંદુ તીર્થયાત્રી વર્ષમાં બે વખત ફેબ્રુઆરી અને નવેમ્બરમાં કટાસ રાજ જાય છે.

You might also like