પાકિસ્તાનમાં લાગૂ પડ્યો હિંદુ મેરેજ એક્ટ, કાયદો તોડવા પર ભરવો પડશે દંડ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેનએ પાકિસ્તાનમાં ઓછી સંખ્યાના હિંદુઓના લગ્નને લઇને બનાવવામાં આવેલા નિયમના બીલને મંજૂરી આપી દીધી છે. મંજૂરી બાદ આ બીલ કાયદો બની ગયો છે અને એના માટે એક વિશેષ ‘પર્સનલ લો’ બનાવવામાં આવ્યો છે.

આ બીલને મંજૂરી મળ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી એક નિવેદન રજૂ કરીને કહ્યું છે કે પ્રધાનમંત્રી નવાઝ શરીફની સલાહ પર પાકિસ્તાનના ઇસ્લામી ગણરાજ્ય હિંદુ વિવાદ બીલ 2017 એ મંજૂરી આપી દીધી. આ કાયદાનો હેતુ હિંદુ પરિવારોના હીતોની રક્ષા કરતાં લગ્ન, પરિવારો, માતાઓ અને અને એમના બાળકોનું સંરક્ષણ કરવાનું છે.

પીએમઓના નિવેદન અનુસાર આ કાયદો પાકિસ્તાનમાં રહેતા હિંદુ પરિવારો તરફથી કરવામાં આવતાં લગ્ન માટે એક મહત્વનો કાયદો છે. પ્રધાનમંત્રી શરીફે કહ્યું કે એમની સરકાર પાકિસ્તાનમાં રહેનારી ઓછી સંખ્યાના સમુદાયો માટે સમાન અધિકારાની જોગવાઇ પર હંમેશા ધ્યાન આપ્યું છે. એમણે કહ્યું કે બીજા લોકો જેટલા દેશભક્ત છે એટલો જ એ લોકા છે. એમને સમાન સંરક્ષણ પ્રદાન કરવું સરકારની જવાબદારી છે.

પાકિસ્તાનમાં લાગૂ પડેલા આ કાયદા પ્રમાણે પાકિસ્તાની સરકાર હિંદુઓની આબાદીના હિસાબથી દરેક વિસ્તારમાં મેરેજ રજિસ્ચ્રેશન અપોઇન્ટ કરશે. જો કોઇ પાકિસ્તાનમાં આ કાયદાને તોડશે તો એ લોકાને એક લાખથી વધારેનો દંડ ભરવો પડશે. ઉપરાંત જો લગ્ન તૂટી જશે તો આ કાયદો પત્ની અને બાળકોના ફાઇનાન્સિયલ સિક્યોરિટીનો પણ હક આપે છે.

http://sambhaavnews.com/

You might also like