તમારૂ નામ હિંદુ નથી તેથી પૈસા નહી મળે : હૈઝલ કિચ સાથે જાતીય ભેદભાવ

જયપુર : ક્રિકેટર યુવરાજસિંહની ફિયોન્સે હૈઝલને પૈસા આપવામાં આવ્યા ન હતા. કારણ માત્ર એટલું હતું કે તેનું નામ હિન્દું જેવું નહોતુ. આ ઘટનાની માહિતી હૈઝલે પોતાનાં ટ્વિટર પર આપી હતી. સમગ્ર ઘટનાક્રમથી યુવરાજસિંહ પણ ગિન્નાયો હતો અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

યુવારાજ સિંહની ફિયોન્સે હૈઝલ મંગળવારે પિંક સીટી જયપુરની મહેમાન બની હતી. હૈઝલે અહીનાં પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધી હતી અને શોપિંગ કર્યું હતું. જો કે ખરીદી દરમિયાન નાણાની જરૂરિયાત ઉભી થતા હૈઝલે મની એક્સચેન્જનું કામ કરતી વેસ્ટર્ન યુનિયનનો સંપર્ક કર્યો હતો. હૈઝલનાં અનુસાર પિયુષ મિશ્રા નામનાં ફરજ પરનાં કર્મચારીએ નાણા આપવાનો ઇન્કાર કર્યો હતો. કારણ પુછતા તેણે કહ્યું કે તમારૂ નામ હિંદુ જેવું લાગતું નથી.

હૈઝલે આરોપ લગાવ્યો કે તેમણે મારી હિન્દુ માતા તથા મુસ્લિમ મંત્રીની સામે મારી સામે આ પ્રકારનું વર્તન કર્યું હતું. તેણે કહ્યું કે મારૂ નામ હૈઝલ કીચ છે. હું જન્મે અને ઉછેરથી હિન્દું છું.વેસ્ટર્ન યુનિયને મને નાણા આપ્યા કે નહી, તેની સાથે ધર્મને શું સંબંધ છે ? હૈઝલનાં અનુસાર તેને છેલ્લે સુધી નાણા મળ્યા નહોતા.

સમગ્ર વિવાદ દરમિયાન હૈઝલે કરેલા ટ્વિટને યુવરાજે રિટ્વિટ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેણે કહ્યું કે કર્મચારીનું આ વલણ ખુબ જ આધાતજનક છે. તે હિંદુ હોય કે ન હોય માણસ તો હતી જ આ પ્રકારનું વર્તન કઇ રીતે ચલાવી શકાય. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું ઇચ્છીએ છીએ.

સુત્રો અનુસાર વેસ્ટર્ન યુનિયનનાં સ્થાનિક મેનેજર અને મેનેજમેન્ટ દ્વારા સંપર્ક સાધીને વિવાદને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. નામ નહી આપવાની શરતે સુત્રોએ જણાવ્યું કે યોગ્ય ઓળખપત્ર ન હોવું, નામમાં ભુલ હોવી વગેરે કારણોથી ચુકવણું કરવામાં નહી આવ્યું હોય.

You might also like