કરાચીની હોસ્પિટલમાં હિન્દુ ડોક્ટરનું શકમંદ સંજોગોમાં મોત

કરાચીઃ પાકિસ્તાનના કરાંચીની એક હોસ્પિટલના આઈસીયુમાં ૩૨ વર્ષના એક હિન્દુ ડોક્ટરની લાશ શકમંદ હાલતમાં મળી આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ડો. અનિલકુમાર સવારે સર્જિકલ આઈસીયુમાં ગયા હતા અને ત્યાર બાદ તેઓ એક ખુરશી પર બેઠેલા મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ અધિકારી નઈમુદ્દીને જણાવ્યું હતું કે ડો. અનિલકુમાર શકમંદ હાલતમાં મૃત મળી આવતાં તેમનાં મોત અંગે તપાસ કરવામાં આવી રહી છે.

તેમના જણાવ્યા અનુસાર સર્જિકલ વોર્ડનો દરવાજો ખટખટાવવા છતાં અનિલકુમારે દરવાજો નહીં ખોલતાં આખરે દરવાજો તોડી નાંખવામાં આવ્યો હતો. સર્જિકલ વોર્ડમાં ડો. અનિલકુમાર ખુરશી પર બેઠેલા હતા, પરંતુ તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા. ઘટના સ્થળેથી એક નીડલ પણ મળી આવી છે.

You might also like