તુંડે તુંડે મતિર્ભિન્ના

728_90

આપણાં શાસ્ત્રો મુજબ જ્યારે મનુષ્ય પોતાનો દેહ છોડે છે ત્યારે તે મનુષ્ય જો તેના દેહ છોડતાં પહેલાં સાત્ત્વિક પ્રકૃતિનો હોય તો તેની ઉત્તમ ગતિ થાય છે. રાજસિક મનુષ્યની મધ્યમ ગતિ થાય છે. તામસિક મનુષ્યની હલકી યોનિમાં ગતિ થાય છે. જ્યારે મનુષ્ય દેહ છોડે છે ત્યારે તેની શી ગતિ થાય છે? તે કંપી જાય છે તે બાબતે દરેક ધર્મ તથા સપ્રંદાય જુદા જુદા મત મતાંતર ધરાવે છે. આવો તે અંગે સાચી પરિસ્થિત કેવી સર્જાય છે તે જોઈએ!

જૈનાલિઝમ તથા આપણે હિંદુ ધર્મ માને છે કે જેણે જેવાં કર્મ કર્યાં હોય તે મુજબ તેની ગતિ થાય છે. કારણ કે આપણો હિંદુ ધર્મ તથા જૈનાલિઝમમાં કર્મવાદનું ભારે માહાત્મ્ય છે. તેથી આ બંનેના મત મુજબ જ્યારે મનુષ્ય દેહ છોડે ત્યારે તેનાં સંચિત તથા પ્રારબ્ધ કર્મો તથા વાસનાઓના હિસાબે તે બીજો દેહ પકડે છે. કોઈક વળી અેવું માને છે કે જે તે મનુષ્યના જીવની શુભ અથવા અશુભ વાસના સ્ત્રી, પુત્ર, પ્રેમિકા, સંતાનો સંપત્તિ વગેરેમાં રહી ગઈ હોય તે મનુષ્યનો જીવ તાત્કાલિક બીજી યોનિમાં જતો નથી પરંતુ ભૂત, પ્રેતનું સ્વરૂપ પકડે છે. તે પોતાની વાસના તૃપ્તિ માટે અનુરૂપ દેહ મળે ત્યાર જ બીજું સ્થૂળ શરીર ધારણ કરવા શક્તિમાન બને છે. એમ કહેવાય છે કે આજની તારીખમાં પણ નાથુરામ ગોડસેને દેહ મળ્યો નથી. આ તો સાંભળેલી વાતો છે. સાચી સ્થિતિ તો યમપુરીના અધિષ્ઠાતા યમદેવ જાણે.

કોઈ સંપ્રદાય વળી એમ માને છે કે જે તે મનુષ્યે પાપ કર્મો જ કર્યાં હોય અને તે જ્યારે શરીર છોડે છે ત્યારે તેનો જીવ યમલોકના ચાકરો લઈ જાય છે. તે પછી તેના જીવને ચીપિયાથી પછાડે છે. તેના જીવને આગની ભઠ્ઠીમાં નાખે છે. તેને લાલચોળ સળિયાથી ડામ દે છે. તેને જેની સાથે વ્યભિચાર કર્યો હોય તેના લોખંડના ધગધગતા પૂતળા સાથે સૂવાની ફરજ પાડે છે.

કોઈ પંથમાં એવી વ્યાપક માન્યતા હોય છે કે જે તે મનુષ્ય મરી જાય પછી તેને કબરમાં દફનાવવામાં આવે છે. જ્યારે કયામતનો દિવસ આવે ત્યારે એક વિશાળ ઘંટનાદ થાય છે. બધા મૃત મનુષ્યો પોતપોતાની કબર છોડીને પરમ પિતા પાસે હાથ જોડીને ખડા થઈ પોતપોતાનાં પાપ-પુણ્યનો હિસાબ પરમ પિતા આગળ વર્ણવે છે. તેના હિસાબે તે પરમ પિતા જેવાં જેવાં કર્મ હોય તે મુજબ તેને જે તે યોનિમાં દેહ આપે છે. તમે આપણા સમાજમાં જોશો તે તેનાં વ્યાપક ઉદાહરણ જોવા મળે છે. એક જ માતા પિતાનાં સંતાન હોવા છતાં એક કાળો હબસી જેવો, મૂર્ખ, ગમાર, વાતે વાતે હસનારો તથા બીજો રૂપરૂપના અંબાર જેવો, સમજુ શાંત, ઠરેલ તથા માતા પિતાને આનંદ આપનારો હોય છે. આમાં, તેનાં તથા માતા પિતા, ભાઈ બહેનના પૂર્વ સંચિત કર્મો તથા તેમની લેણ દેણ ભાગ ભજવે છે. પોતાની પ્રેમિકા સંજોગો ઉપસ્થિત થતાં પુત્રવધૂ સ્વરૂપે, પોતાની માતા સ્વરૂપે કે બહેન સ્વરૂપે તેની પાસે આવે છે. તે પરિસ્થિતિમાં તેને જીવવું પડે છે.

મનુષ્ય જીવ છોડ્યા પછી ક્યાં જાય છે તેની કોઈને ખબર નથી તે વિશે પણ અનેક મત છે. આજ સુધી પોતાનો મત જ સાચો છે તેવું કોઈ જ કહી શક્યું નથી. ઈશ્વરે આ બાબતની તમામ સત્તા પોતાને કબજે રાખી આપણું જીવન નરક બનતાં બચાવી લીધું છે.

– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like
728_90