શું જમ્મુ-કશ્મીરમાં બનશે હિંદુ મુખ્યમંત્રી?, ભાજપે ઘડ્યો આ માસ્ટર પ્લાન

જમ્મુ-કશ્મીરઃ રાજકારણ એ સંભાવનાનો ખેલ છે અને આ સંભાવના વાત, વલણ અને રાજકીય વ્યવહારથી ઉભી થાય છે. એટલે કે ફરીથી જમ્મુ કશ્મીરની સત્તા હાથમાં લેવા માટે ભાજપે આ ત્રણેય મુદ્દાઓ પર શરતી વાતચીત શરૂ કરી દીધી છે. સામા પક્ષે છે પીડીપીનાં નારાજ ધારાસભ્યો કે જે કશ્મીરનાં રાજકારણને નવી દિશામાં લઇને જઇ શકે છે. કારણ કે ભાજપનો પ્લાન છે કે કશ્મીરમાં હવે માત્ર સરકાર જ નથી બનાવવી પરંતુ હિંદુ મુખ્યમંત્રીને રાજ્યનું શાસન સોંપવાનો પ્લાન ચાલી રહ્યો છે.

જમ્મુ-કશ્મીરમાં ફરીથી સત્તાની લગામ હાથમાં લેવા ભાજપની સક્રિયતા જોવા મળી છે. મહેબૂબા મુફ્તિથી નારાજ ધારાસભ્યોને ભાજપે ઓફર કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જો સરકાર બનશે તો પીડીપીનાં નારાજ ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવશે પરંતુ શરત એ છે કે બદલામાં તેમને હિંદુ મુખ્યમંત્રીને સમર્થન આપવું પડશે. જો આમ થાય તો ઇતિહાસ સર્જાશે. કારણ કે અત્યાર સુધીમાં એક પણ હિંદુ મુખ્યમંત્રીએ કશ્મીર પર રાજ કર્યું નથી.

મહત્વનું છે કે હાલમાં ભાજપ પાસે 25 જેટલી બેઠકો છે અને તેને જો પીડીપીનાં 14 ધારાસભ્યોનું સમર્થન મળે તો ભાજપ બહુમતથી માત્ર 5 બેઠક જ દૂર રહેશે. બાકીની બેઠકો અપક્ષનાં 3 તેમજ અન્ય પક્ષનાં 4 ધારાસભ્યોમાંથી કોઇને પણ મનાવી લેવા ભાજપ માટે મુશ્કેલ નહીં હોય.

ઉલ્લેખનીય છે કે 19 જૂનનાં રોજ ગઠબંધન તોડ્યાં બાદ ભાજપે મહેબૂબા મુફ્તિ પર આકરા પ્રહાર કર્યા છે અને ઘાટી, જમ્મુ તેમજ લદ્દાખ વચ્ચે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. ગઠબંધન તુટયાનાં માત્ર ચાર દિવસ બાદ અમિત શાહ કશ્મીર પ્રવાસે ગયાં હતાં અને એક વિશાળ રેલી સંબંધી હતી. રાજનાથ સિંહ પણ ગઠબંધન તુટ્યાં બાદ કશ્મીર આંટો મારી આવ્યાં છે.

ગત 27 જૂનનાં રોજ રામ માધવ પણ કશ્મીર ગયાં છે. ત્યાં તેઓએ ભાજપનાં ધારાસભ્યોની સાથે સજ્જાદ લોન સાથે પણ મુલાકાત કરી હતી એટલે કે કશ્મીરની ભવિષ્યની રાજનીતિનો રસ્તો આ લોકોની તસ્વીર ચીંધી રહી છે એટલે કે પીડીપીનાં અસંતુષ્ઠ ધારાસભ્યોનાં સહારે સરકાર કેટલો સમય ચાલશે તે પરોક્ષ પ્રશ્ન છે.

કારણ કે જો કશ્મીરમાં હિંદુ મુખ્યમંત્રી બને તો ભાજપને આડકતરી રીતે લોકસભાની ચૂંટણીમાં લાભ મળી શકે તેમ છે. જો કે હજુ સુધી આ મામલે ભાજપનાં કોઇ પણ નેતા સ્પષ્ટપણે કંઇ જ બોલવા તૈયાર નથી.

You might also like