હિંદી ભાષા દુનિયાની આ ભાષાને પણ પછાડીને પ્રથમ ક્રમે

મુંબઇ: હિંદીના ભવિષ્યને લઇને ભલે આપણે ચિંતા વ્યક્ત કરતાં હોઇએ, પરંતુ સત્ય એ છે કે દુનિયામાં હિંદી બોલનાર લોકોની સંખ્યામાં સતત વધારે થઇ રહ્યો છે. વર્ષ 2015ના આંકડા અનુસાર આ દુનિયામાં સૌથી વધારે બોલાતી ભાષા બની ચુકી છે.

2005માં દુનિયાના 160 દેશોમાં હિંદી બોલતા લોકોની અનુમાનિત સંખ્યા 1,10,29,96,447 હતી. એ સમયે ચીનની મંદારિન ભાષા બોલતા લોકોની સંખ્યા આના કરતાં થોડી વધારે હતી. પરંતુ 2015માં દુનિયાના બધા 206 દેશોમાં આશરે 1,30,00,00,000 (એક અરબ ત્રીસ કરોડ) લોકો હિંદી બોલી રહ્યા છે અને હવે હિંદી બોલનાર લોકોની સંખ્યા દુનિયામાં સૌથી વધારે થઇ ગઇ છે.

મુંબઇ વિશ્વવિદ્યાલયના હિંદી વિભાગના પૂર્વ અધ્યક્ષ ડો. કરુણાશંકર ઉપાધ્યાયે પોતાની પુસ્તક ‘હિંદીનું વિશ્વ સંદર્ભ’માં આંકડા આપતાં કહ્યું છે કે ભારત એક ઉભરતી અર્થવ્યવસ્થા છે. અહીંના વ્યવસાયિક યુવકો દુનિયાના દરેક દેશોમાં પહેંચી રહ્યા છે અને દુનિયાભરની બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આવી રહી છે. એટલા માટે એક તરફ હિંદીભાષાના લોકો દુનિયાભરમાં ફેલાઇ રહ્યા છે, તો બીજી બાજુ બહુરાષ્ટ્રીય કંપનીઓએ પોતાનો વ્યવસાય ચલાવવા માટે પોતાના કર્મચારીઓને હિંદી શીખવવું પડે છે. ઝડપથી હિંદી શિખતા દેશોમાં ચીન સૌથી આગળ છે.

હાલમાં ચીનમાં 20 વિશ્વવિદ્યાલયોમાં હિંદીનો અભ્યાસ ચાલુ છે. 2020 સુધી ત્યાં હિંદી ભણાવનાર વિદ્યાલયોની સંખ્યા 50 સુધી પહોંચે એવી આશા છે. ચીને તો એમના 10 લાખ સૈનિકોને પણ હિંદી શીખવાડી દીધું છે. ઉપાધ્યાય અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તર પર વધી રહેલી ભારતની છાપના કારણે પણ દુનિયાના લોકોમાં હિંદી અને હિંદુસ્તાન પ્રત્યે રસ વધી ગયો છે. દેશમાં 78% લોકો હિંદી બોલે છે.

પુસ્તક અનુસાર હિંદી બાદ દુનિયામાં સૌથી વધારે બોલાતી ભાષા ચીનની મંદારિન છે. પરંતુ મંદારિન બોલતા લોકોની સરખામણીમાં ભારતમાં હિંદી બોલતા લોકોની સંખ્યા વધારે છે. એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે માત્ર 70 ટકા ચીનના લોકો જ મંદારિન બોલે છે. જ્યારે ભારતમાં હિંદી બોલતા લોકોની સંખ્યા આશરે 78 ટકા છે. દુનિયામાં 64 કરોડ લોકોની માતૃભાષા હિંદી છે. જ્યારે 20 કરોડ લોકોની બીજી ભાષા, ઉપરાંત 44 કરોડ લોકોની ત્રીજી, ચોથી અને પાંચમી ભાષા હિંદી છે.

ભારત ઉપરાંત મોરેશિયસ, સૂરિનામ, ફિજી, ગયાના, ટ્રિનડાડ અને ટોબેગો વગેરે દેશોમાં હિંદી વધારે બોલાતી ભાષા છે, હિંદીને ત્યાંના સાંસદમાં બોલવાની પણ માન્યતા આપવામાં આવી છે. જ્યાં હિંદીને રાજભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

visit: http://sambhaavnews.com/

You might also like