હિંદ મહાસાગરમાં ભારત-યુએસ-જાપાન સંયુક્ત યુદ્ધ અભ્યાસ શરૂ

ચેન્નઈ: ચીન સાથે સતત વધતા જતા વિવાદ વચ્ચે આજે ભારત, અમેરિકા અને જાપાને હિંદ મહાસાગરમાં યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચીન પર આક્રમક વલણ અખત્યાર કરનાર ભારતે હવે અમેરિકા અને જાપાન સાથે સંયુક્ત નૌકા કવાયત શરૂ કરી દીધી છે. આ કવાયતને ઓપરેશન માલાબાર નામ આપવામાં આવ્યું છે. ત્રણ દેશની આ સંયુક્ત કવાયતથી ચીન ફફડી ઉઠ્યું છે.

ઓપરેશન માલાબાર દુનિયાના ઈતિહાસનો સૌથી મોટો નૌકાદળ યુદ્ધ અભ્યાસ છે. ભારત-અમેરિકા અને જાપાનના જંગી કાફલા અને લડાયક વિમાનો સાથે ચેન્નઈના સમુદ્રકાંઠા નજીક શરૂ થઈ ગયેલ આ યુદ્ધ અભ્યાસ દુશ્મનોને ખળભળાવી મૂકે તેવો છે. આ અભ્યાસમાં ૨૦ જંગી જહાજો અને ડઝન જેટલા ફાઈટર જેટ વિમાનો ભાગ લઈ રહ્યાં છે. જેની ગર્જના છેક ચીનના પાટનગર બિજિંગ સુધી સંભળાશે.

આજે ૧૦ જુલાઈથી ૧૭ જુલાઈ સુધી ચાલનારી આ કવાયતમાં ભારત-અમેરિકા-જાપાનનાં નૌકાદળો ભાગ લઈ રહ્યાં છે. ચેન્નઈના સમુદ્ર કાંઠાથી બંગાળના અખાત સુધી આ કવાયત યોજાશે. જેમાં ૨૦ વિરાટ જહાજો, ડઝન ફાઈટર જેટ્સ ભાગ લઈ રહ્યાં છે. ભારત તરફથી આ યુદ્ધ અભ્યાસનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય રહેશે. ૨૦૧૩માં નૌકાદળમાં સામેલ થયા બાદ આઈએનએસ વિક્રમાદિત્ય ૨૯ ફાઈટર જેટ્સ સાથે પ્રથમવાર આવા પૂર્ણ કક્ષાનાં જંગી યુદ્ધ અભ્યાસમાં સામેલ થશે.

ભારતીય કાફલા પર નજર
– આઈએનએસ વિક્રમાદિત્ય
– આઈએનએસ સહ્યાદ્રિ
– આઈએનએસ ક્રિરચ
– આઈએનએસ શક્તિ
– આઈએનએસ સતપુડા
– પી-૮આઈ
– ચેતક હેલિકોપ્ટર
– ડઝન ફાઈટર જેટ્સ
અમેરિકન કાફલા પર નજર
– એરક્રાફ્ટ કેરિયર USS નિમિત્ઝ
– લોસ એન્જેલસ ક્લાસ ન્યૂ ક્લિયર એટેક સબમરીન
– ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર યુએસએસ પ્રિન્સટન
– ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર હોવર્ડ
– પી-૮એ એરક્રાફ્ટ
જાપાનના કાફલા પર નજર
– હેલિકોપ્ટર કરિયર ઈજીમો
– જેએસ સાજાનામી
http://sambhaavnews.com/

You might also like