મુંબઇના પૂર્વ ATSના ચીફ હિમાંશુ રૉયે સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા

મુંબઇ પોલીસના એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ IPS ઑફિસર હિમાંશુ રૉયે આપધાત કરી દીધો છે. જાણકારી અનુસાર, શુક્રવારે તેમણે પોતાની સર્વિસ રિવૉલ્વરથી પોતાને ગોળી મારી દીધી.  હિમાશું રૉયે પોતાના ઘરમાં જ આજે બપોરે 1:40 વાગે પોતાને ગોળી મારીને આપઘાત કર્યો છે, તેઓ 54 વર્ષના હતા.

ઘાયલ હિમાંશુ રૉયને લઇને પરિવારના લોકો બૉમ્બે હોસ્પિટલમાં પહોંચ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટર્સે તેમણે મૃત ધોષિત કરી દીધા હતા. જાણકારી અનુસાર, હિમાંશુ રૉયએ પોતાના જ મોઢામાં મૂકીને પોતાને ગોળી મારી દીધી, જેના કારણે તેમનું બચવું મુશ્કેલ થઇ ગયું હતુ.

કોણ હતા હિમાંશુ રૉય:

1988 બેંચના આઈપીએસ ઓફિસર રિમાંશુ રોયે 2013માં આઈપીએલ સટ્ટાકાંડ ઉજાગર કર્યો હતો, અને તેમણે જ દારાસિંહના દીકરા વિંદુ દારા સિંહ તેમજ ચેન્નૈ સુપરકિંગ્સના શ્રીનિવાસનના જમાઈ મયપ્પનની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, દાઉદના ભાઈ ઈકબાલ કાસકરના ભાઈના ડ્રાઈવર આરીફ બાએલ પર થયેલા ફાયરિંગ કેસને પણ તેમણે ઉકેલ્યો હતો. થોડા દિવસ પહેલા જ જેનો ચુકાદો આવ્યો છે તેવા જે.ડે મર્ડર કેસને પણ તેમણે જ ઉકેલ્યો હતો.

હિમાંશુ રૉય કેન્સરના હતા પીડિત:

પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમને હાડકાનું કેન્સર હતું, અને છેલ્લા બે વર્ષથી તેની સારવાર ચાલી રહી હતી. તેઓ ઘણા સમયથી રજા પર હતા. રોયનો બોલિવુડ, પોલિટિક્સ, મીડિયા તેમજ બિલ્ડરો સાથે પણ સારો એવો ઘરોબો હતો. તેઓ ફિટનેસ કોન્શિયસ હતા, અને પોલીસ ફોર્સમાં ફિટનેસ આઈકન ગણાતા.

You might also like