હિમાચલ પ્રદેશની આ 6 સુંદર જગ્યાઓ પર તમે ટ્રેકિંગની મજા માણી શકો છો

જો તમે ટ્રાવેલિંગ અને ટ્રેકિંગના શોખીન હોવ તો ભારમતાં આવી અનેક જગ્યાઓ છે જ્યાં તમે પોતાનો શોખ પુરો કરી શકો છો. વાત કરીએ હિમાચલ પ્રદેશની તો ત્યાં ટ્રેકિંગ માટે ખુબ જ સુંદર જગ્યાઓ છે.. તો આવો જાણીએ આવી જગ્યાઓ વિશે..

પિન પાર્વતી પાસ
આ એક ચેલેન્જીંગ ટ્રેક છે જેની ઉંચાઇ 5319 મીટર છે. આ ટ્રેકિંગમાં ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કનો જંગલી રસ્તો છે તેમજ પુલ વિનાની નદીઓને પણ પાર કરવી પડે છે. આ ટ્રેકિંગમાં સામેલ થનારાઓને જોખમ ઉઠાવવું પણ ગમે છે કારણ કે ટ્રેકરોને હિમાલયને જુદી જુદી રીતે જોવાનો અવસર મળે છે.

રિયો પુરગયિલ પર્વત
આ હિમાચલનો સૌથી ઉંચો પર્વત છે જેની ઉંચાઇ 6816 મીટર છે. આ પર્વત હિમાચલ પ્રદેશ તેમજ તિબેટની સીમા પર આવેલો છે. અહીં જવા માટે વિદેશી પર્યટકોએ ઇનર લાઇન પરમીટ લેવી પડે છે. અહીં ફરવા માટે તમારી પાસે ઓછામાં ઓછા 6 દિવસ હોવા જરૂરી છે.

કિન્નૌર કૈલાશ પર્વત
કિન્નૌક કૈલાશ પર્વત હિમાચલના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલો છે. આ પર્વત માટે શિમલાથી ટ્રેકિંગની શરૂઆત થાય છે. ત્યાંથી ટ્રેકરો સાંગલા જઇ શકે છે. આ પર્વતની ઉંચાઇ 6349 મીટર છે. તેની પર ટ્રેકિંગની શરૂઆત સાંગલાથી થાંગી જઇને શરૂ થાય છે. અહીં 5300 મીટર ઉંચાઇ પર પહોંચ્યાં બાદ ઉંડી ઘાટી જોવા મળે છે.

મની મહેશ લેક
મની મહેશ લેક ડક લેકના નામથી પણ ઓળખાય છે. આ લેક હિમાલયના પિર પંજાલ રેન્જ પાસે ચંબા જિલ્લામાં આવેલ છે. તેની ઉંચાઇ 4080 મીટર છે. મની મહેશ માન સરોવર લેક પાસે હોવાથી તેનું ધાર્મિક મહત્વ પણ છે.

ચન્દ્રતલ ટ્રેક
અહીંયા ટ્રેકિંગ કરવા પર એવો અનુભવ થાય છે જાણે કે તમે ચંદ્ર પર ચાલતા હોવ. ચન્દ્રતલ સ્પીતી વેલી પાસે આવેલ છે. બીન્સ આકારનું આ લેક 2.5 કિમી એરિયામાં ફેલાયેલું છે. અહીંયા ટ્રેકિંગ દરમિયાન કેમ્પ લગાવીને આજુબાજુની સુંદર જગ્યાનો નજારો પણ લઇ શકાય છે. મે મહિનાથી ઓક્ટોબર મહિનો અહીંયા ટ્રેકિંગ માટે બેસ્ટ માનવામાં આવે છે.

ત્રિઉંડ ગ્લેશિયર
ત્રિઉંડ, ભાગસુ નાગ બહારથી આવનારા ટૂરિસ્ટ માટે ફેવરિટ જગ્યા છે. મેકલોડગંજથી અહીં પહોંચતાં 4 કલાક થાય છે. અહીંયા ટ્રેકિંગ કરતી વખતે ધૌલાધાર રેન્જ અને કાંગડા ઘાટીનો સુંદર નજારો જોવા મળે છે. અહીં ગાઇડ વિના પણ ટ્રેકિંગ કરવું સરળ છે.

You might also like