હિમાચલના કાંગડામાં 200 ફૂટ ઊંડી ખીણમાં પડી સ્કૂલ બસ, બાળકો સહિત 29નાં મોત

હિમાચલના કાંગડા જીલ્લાના નૂરપુરમાં એક પ્રાઈવેટ સ્કૂલની બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ છે, જેમા 28 લોકોની મોત થઈ ગઈ છે. મૃકતોમાં 27 શાળાના બાળકો, એક શિક્ષક અને બસ ડ્રાઈવર શામિલ છે. બસમાં કુલ 39 લોકો સવાર હતા, જેમાથી 29 લોકોની મોત થઈ ગઈ છે અને 10 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સુરેશ ભારદ્વાજે જણાવ્યુ કે આ ઘટનામાં ઘણા બાળકોનો જીવ જતો રહ્યો છે. ત્યારે જ, ઘટનામાં ઈજાગ્રસ્ત થનારા બાળકોને ટાંડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યુ કે કાંગડા રોડ દુર્ઘટનામાં કેટલાક બાળકોની મોત થઈ છે, જ્યારે કેટલાક બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને દુર્ઘટનામાં મરનારના પરિજનોને 5-5 લાખ રૂપિયાની વળતરનો એલાન કર્યો છે.

તેમને ટ્વીટ કર્યુ કે ‘નૂરપુરના મલકવાલમાં સ્કૂલ બસની ઘટના અત્યંત દુખદ સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઘટનાની અમને બધાને ઊંડો શોક છે અને હુ શોક પીડિત પરિવાર પ્રતિ સંવેદના પ્રકટ કરુ છુ. આવા દુખદ સમયમાં સરકાર પ્રભાવિત પરિવારોની સાથે છે.’ તેમને કહ્યુ કે નૂરપુરની સ્કૂલ બસ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવી આશા રાખુ છુ. પ્રશાસન દરેક સંભવ મદદ માટે છે અને આ ઘટનાની કાયદાકીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

You might also like