હિલેરી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી જીત્યા, ટ્રંપ સાથે થશે સીધી ટક્કર

લોસ એન્જિલસ: હિલેરી ક્લિન્ટન વિવિધ મોટા રાજ્યોમાં જીત હાસલ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક ઉમેદવારી પદ જીતીને ઈતિહાસ રચ્યો છે. મળતી માહિતી પ્રમાણે હિલેરી ક્લિન્ટને ડેમોક્રેટિક ઉમેદવારી માટે જરૂરી પ્રતિનિધિઓનું સમર્થન પણ મેળવી લીધું છે. તેમને 2383 પ્રતિનિધિઓનું સમર્થન પ્રાપ્ત થયુ છે. તેઓ પૂર્વ વિદેશી મંત્રી ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ મેળવનાર પહેલા મહિલા ઉમેદવાર છે.
હિલેરી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપની સામે મેદાનમાં ઉતરશે અને જો તેઓ ચૂંટણી જીતી જશે તો અમેરિકાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે. ડેમોક્રેટિક પાર્ટી જુલાઈમાં ફિલાડેલ્ફિયામાં આયોજિત થનારા તેમના એક સંમેલનમાં ઔપચારિક રીત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરશે અને આઠ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થશે. મંગળવારે 6 રાજ્યો કેલિફોર્નિયા, મોંટાના, ન્યૂજર્સી, ન્યૂ મેક્સિકો, નોર્થ ડકોટા અને સાઉથ ડકોટામાં વોટિંગ થવાનું છે. અહીં 694 ઉમેદવાર છે. એક સપ્તાહ પછી થનારા વોશિંગ્ટન, ડીસીના પ્રાઈમરીમાં 26 ડેલિગેટ્સ છે.એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે જો હિલેરી આ દરકે જગ્યાએ હારી જશે તો પણ તેમણે જરૂરી 2,383 સમર્થકોના સપોર્ટ મેળવી લીધા છે.

You might also like