US રાષ્ટ્રપતિ ચૂંટણી: નેવાદામાં હિલેરી ક્લિંટનની જીત

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેડિટ પાર્ટીની ઉમેદવારી માટેની ચૂંટણીમાં હિલેરી ક્લિંટને નવાદા પ્રાંતમાં જીત નોંધાવી છે. પોતાના પ્રતિદ્વંદ્રી બર્ની સૈડર્સ વિરૂદ્ધ થોડા અંતરથી જીતેલી હિલેરી ક્લિંટને નેવાદામાં પોતાના સમર્થકોને એક ઇમેલ લખીને આભાર વ્યક્ત કર્યો.

હિલેરીએ પોતાની જીત બાદ ટ્વિટ પણ કર્યું. ટ્વિટર પર તેમણે લખ્યું કે પ્રતિબદ્ધતા અને દિલથી મારા માટે નવાદાના ખૂણે ખૂણેથી મારા સમર્થકો સામે આવ્યા. આ તેમની જીત છે. તમારા બધાનો આભાર. આ પહેલાં વોટોની ગણતરીના અંતિમ તબક્કામાં પહોંચતાં જ સમર્થકો માટે મેલ પર તેમણે લખ્યું કે નેવાદા કોક્સમાં આપણે જીતી ગયા છીએ.

હિલેરીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં આ પસંદ કેટલાક લોકો માટે ટફ બની શકે છે. સત્ય એ છે કે સિનેટર સૈડર્સ અને હું કેટલીક આધારભૂત વાતો પર એક મત હતા. વોલ સ્ટ્રીટ, મોટી બેક્સ, ડ્રગ્સ કંપનીઓ સહિત દેશ માટે વધુ તાકાત અને અસર વર્તાનાર વાતો પર અમે એક જેવો અભિપ્રાય ધરાવીએ છીએ. પરંતુ આ તેમના આગળ વધવા માટે પુરતું ન હતું. હિલેરી કહ્યું હતું કે હું તેમની સાથે ખાસ મુદ્દાઓ પર વાત કરી. તેમાં પાણીની સમ્સયા, સેલરીમાં મહિલા-પુરૂષોમાં ભેદ, વંશવાદ અને એલજીબીટી સાથે સંકળાયેલા પ્રશ્નો કર્યા હતા. હિલેરી કહ્યું કે અમેરિકન લોકોને નારાજગી વ્યક્ત કરવાનો હક છે. કેટલીક અન્યાયો અમારી કાર્યવાહીની રાહ જોઇ રહ્યા છે.

નેવાદા કોકસમાં હાર બાદ બર્ની સૈડૅર્સે હિલેરી ક્લિંટનને ફોન કરી શુભેચ્છા પાઠવી. હિલેરીને 52.5 અને સૈડર્સને 47.5 ટકા લોકોએ પસંદ કર્યા. સૈંડર્સે આટલા આકરા મુકાબલામાં સાથ આપનાર સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ સમર્થન તેમને આગળના પ્રચારમાં તાકાત આપશે.

You might also like