આઈએસનો સફાયો કરવો જોઈએઃ હિલેરી કિલન્ટન

વૉશિંગ્ટન: અમેરિકામાં ૨૦૧૬માં નિર્ધારિત પ્રમુખપદની ચૂંટણી માટે ઉમેદવારી હાંસલ કરવા આશાવાદી હિલેરી કિલન્ટને દુનિયાના દેશોને હાકલ કરી છે કે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટને નાબૂદ કરી નાખવું જોઈએ. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કિલન્ટને શનિવારે તેમના ચૂંટણી પ્રચારના ભાગરૂપે યોજેલી ચર્ચામાં પેરિસમાંનો હત્યાકાંડ મુખ્ય વિષય બન્યો હતો. આવતા વર્ષે યોજાનાર યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર છે. કિલન્ટન, લિબરલ પાર્ટીના સેનેટર બર્ની સેન્ડર્સ અને મેરીલેન્ડ રાજયના ભૂતપૂર્વ ગવર્નર માર્ટીન ઓમેલી.

ફ્રાન્સના પાટનગર પેરિસમાં આતંકવાદીઓએ શ્રેણીબદ્ઘ હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૩૦ જણની કરેલી હત્યાઓ માટે જેહાદીઓને દોષી ગણાવાઈ રહ્યા છે અને જેહાદીઓને નાબૂદ કરવા માટેની વૈશ્વિક હાકલમાં આ ત્રણેય ઉમેદવાર સંગઠિત થયા હતા. અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી કિલન્ટને કહ્યું હતું કે આપણે ઈસ્લામ સામે જંગે નથી ચડવાનું. આપણે હિંસક ત્રાસવાદ સામે જંગે ચડ્યા છીએ. ફ્રાન્સના લોકો પ્રત્યે આપણી સહાનુભૂતિ અને પ્રાર્થના છે, પણ આ પૂરતું નથી. નિર્દય, ક્રૂર અને હિંસક જેહાદી ત્રાસવાદી જૂથને અંકુશમાં રાખવાનું નહીં પણ એને ખતમ જ કરી દેવાનું છે.

You might also like