ન્યુક્લિયર ડીલ માટે હિલેરીએ અમરસિંહ પાસેથી લાંચ લીધી હતી : ટ્રંપ

વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીનાં ડેમોક્રેકિટ પક્ષનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટન પર તેનાં પ્રતિદ્વંદી ડોનલ્ડ ટ્રંપે ફરીથી પ્રહારો કર્યા હતા. ટ્રંપે આક્ષેપ કર્યો કે હિલેરીએ ભારતીય નેતાઓ પાસેથી લાંચ લીધી હતી. રિપબ્લિકન ઉમેદવાર ટ્રંપે કહ્યું કે હિલેરીએ પોતાનાં ફેમીલી ફાઉન્ડેશન માટે ભારતીય નેતાઓ અને સંસ્થાઓ પાસેથી મોટા પ્રમાણમાં નાણા ઉઘરાવ્યા છે જેથી ભવિષ્યમાં ભારત અને અમેરિકા પરમાણુ ડીલને આગળ વધારી શકાય.

જો કે ટ્રંપે 35 પાનાનું જે કેમ્પેઇન ડોક્યુમેન્ટ બહાર પાડ્યું છે તેમાં કાંઇ પણ નવુ નથી. આ તમામ આરોપ ટ્રંપ પહેલા પણ લગાવી ચુક્યા છે. હિલેરી પણ હંમેશાથી આ આરોપોનું ખંડન કરતા આવ્યા છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નવી બુકલેટમાં જે કાંઇ પણ આપવામાં આવ્યું છે તે તમામ ફેક્ટ્સનું એક સંક્ષીપ્ત સ્વરૂપ છે. જે ટ્રંપે પોતાનાં આરોપો સાબિત કરવા માટે સામે મુક્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સનાં એક રિપોર્ટનો હવાલો આપતા ટ્રંપે કેમ્પેઇન આરોપ લગાવ્યો છે કે 2008ની આસપાસ ભારતીય નેતા અમરસિંહ પાસેથી ક્લિન્ટન ફાઉન્ડેશનમાં લગભગ 10થી 50 લાખ ડોલર એટલે કે 7 થી 34 કરોડ રૂપિયાનું ડોનેશન અપાયું છે.

રિપોર્ટમાં આરોપ લગાવાયો છે કે અમરસિંહ સપ્ટેમ્બર 2008માં સિવિલ ન્યૂક્લિયર ડીલ અંગે લોબિંગ કરવા માટે અમેરિકા આવ્યા હતા. તે સમયે સેનેટ હિલેરી ક્લિન્ટને તેમને આશ્વાસન આપ્યુંહ તું કે ડેમોક્રેટ્સ ન્યૂક્લિયર ડીલની રાહમાં રોડા નહી નાખે. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2008માં ભારતીય ઉદ્યોગ મહાસંઘે ક્લિન્ટન ફાઉન્ડેશનને 5-10 લાખ ડોલરનું ડોનેશન આપ્યું હતું. તે ઉપરાંત ટ્રંપે કહ્યું કે ભારતીય મુળનાં અમેરિકન રાજ ફર્નાન્ડોને સ્ટેટ ઇન્ટરનેશનલ સિક્યોરિટી એડવાઇઝરી બોર્ડમાં ક્લિન્ટને ચીફ ઓફ સ્ટાફ શેરિલ મિલ્દ દ્વારા નિયુક્ત કર્યા હતા.

You might also like