હિલેરીએ પસંદ કર્યો પોતાનો ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર

વોશિંગ્ટન: ડેમોક્રેટિક પાર્ટીની રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર હિલેરી ક્લિંટન ટિમ કેનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાનો ઉમેદવાર પસંદ કર્યો છે. વર્જીનિયાથી સીનેટર કેન હિલેરીના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર હશે. હિલેરીની પોતાની હરિફાઇ નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ સાથે થશે. ફિલાડેલ્ફિયામાં થનારા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં હજુ થોડોક સમય બાકી છે.

હિલેરીએ ગત રાતે ટ્વિટ કરતાં કહ્યું કે, ”મારા રનિંગ મેટ ટિમ કેનની જાહેરાત કરતાં મને ઘણી ખુશી થઇ રહી છે. તે એક એવા વ્યક્તિ છે જેમણે પોતાનું પૂરું જીવન બીજા લોકો માટે સંઘર્ષ કરવામાં લગાવી દીધું છે. તેમણે કહ્યું કે ટિમ કેન એક કોઇ દિવસ હાર ના માનનાર આશાવાદી છે. જેમનું માનવું છે કે કોઇ સમસ્યા તમે હલ કરવા માંગો તો તે હલ ના થઇ શકે એમ હોય નહીં.”

કેન વર્જીનિયાના પૂર્વ ગવર્નર છે. તેઓ 2013માં અમેરિકા સીનેટ માટે પસંદ કરવામાં આવ્યા હતાં. તેઓ સીનેટ ઇન્ડિયા કોકસના પદ સભ્ય છે. તેમણે ઓક્ટોબર 2014માં કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ભારતની યાત્રા કરી હતી. પોતાના સમર્થકોને મોકલેલા ઇમેલમાં 68 વર્ષીય પૂર્વ અમેરિકાની વિદેશ મંત્રાલય હિલેરીએ કહ્યું કે,”તે જોવા જઇએ તો સારા માણસ છે. પરંતુ ટિમ કમજોર નથી. તેઓ અમેરિકાની પ્રજા માટે પોતાનો જીવ લગાવી દેશે. તથા ડોનાલ્ડ ટ્રંપ અને માઇક પેન્સની વિરુદ્ધ આપણા અભિયાનમાં તે જોરદાર ટક્કર આપશે.”

You might also like