હિલેરીએ ટ્રંપને કહી દીધો પોતનો ‘પતિ’

વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ડોનાલ્ડ ટ્રંપ અને હિલેરી ક્લિંટન એર બીજા પર વાર એટલા વધારે કરી રહ્યા છે. પરંતુ આ વખતે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી હિલેરી ક્લિંટને પોતાના રિપબ્લિકન પ્રતિદ્વંદ્વી ડોનાલ્ડ ટ્રંપને એક ભાષણમાં પોતાનો પતિ કહી દીધો.

હિલેરી ક્લિંટન વોશિંગ્ટનમાં પત્રકારોના એસોસિએશનને સંબોધન કરી રહી હતી. પરંતુ તે દરમિયાન તેની જીભ લપસી અને હિલેરીએ કહ્યું કે ‘મને આશા છે કે તમે લોકો મારા હસબ…’અપોનેન્ટ’ના આપેલા નિવેદનો સાથે મારી તુલના કરશો.’ જો કે હિલેરી હસબન્ડ શબ્દ આકો બાલી શકી નહતી અને ડજેવી તેને તેની ભૂલની ભાન પડી તેને તરત જ હસબન્ડની જગ્યાએ અપોનેનેટ શબ્દનો ઉપયોગ કર્યો.

પોતાની આ ભૂલ સુધારતી વખતે હિલેરીના મોં પર થોડીક સ્માઇલ જોવા પણ મળી હતી. જો કે બાદમાં હિલેરીએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું કે આપણે એક એવી અર્થ વ્યવસ્થા બનાવવાની જરૂર છે જેની પર દરેક અમેરીકાના લોકોને ગર્વ હોય, જે અર્થવ્યવસ્થા દરેક માટે નહીં પરંતુ ફક્ત ધનવાન માટે હોય. આ તેનું મિશન છે. હિલેરીની આ સ્પીચ યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવી છે. હિલેરીના આ નિવેદન પછી ટ્વિટર પર પણ ખૂબ મજાક બનાવામાં આવી.

You might also like