હિલેરી ક્લિન્ટન-ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટ્વિટર વોર

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે હિલેરી ક્લિન્ટનનું નામ નક્કી થયા બાદ ડેમોક્રેટિ્સ રિપબ્લિકન વચ્ચે ટ્વિટર વોર ચાલુ થઈ ગયું છે. હિલેરીએ રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર લખ્યું છે કે, “ડિલિટ યોર એકાઉન્ટ”. હિલેરીના આ ટ્વિટને કેટલાક લોકોએ મજાક ગણાવી છે.

હિલેરીના આ ટ્વિટ સામે રિપબ્લિકન નેશનલ કમિટીના ચેરમેન રિસપ્રાઈબસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે જો કોઈ ડિલિટ બટનનો ઉપયોગ જાણતું હોય તો તે તમે જ છો. આ અગાઉ ડોનાલ્ટ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે હું ઈચ્છું છું કે ઓબામાને ચાર વર્ષ વધુ મળે, પરંતુ કોઈ આવું કરી શકે તેમ નથી. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાએ હિલેરી માટે કરેલ કેમ્પેઈન સામે વાંધો ઉઠાવ્યો હતો.

હિલેરીએ ટ્વિટ કરતાં જ બે કલાકની અંદર બે લાખ લોકોએ તેને રિટ્વિટ કર્યું હતું. હિલેરીના સોશિયલ મીડિયા ડાયરેક્ટર એેલેક્સ વોલના જણાવ્યા પ્રમાણે સમગ્ર કેમ્પેનમાં આ સૌથી વધુ રિટ્વિટ થનારું ટ્વિટ છે. એવું માનવામાં આવે છે કે હિલેરી યુવાનો વચ્ચે પોતાની પહોંચ બનાવવાની સતત કોશિશ કરી રહ્યા છે, પરંતુ આ પ્રકારના ટ્વિટથી તેમને ફટકો પહોંચી શકે છે.

You might also like