માત્ર 15 મિનિટમાં જ તમારી કારની કિંમતમાં થઇ જશે 30 હજાર સુધીનો વધારો

અમદાવાદ : જો તમે સેકન્ડ હેડ ગાડી ખરીદવા જઇ રહ્યા છો તો સ્પષ્ટ છે કે કારની કંડીશન જોયા બાદ તમારી નજર ઓડોમિટરના રીડિંગ પર જશે. તો તમને જણાવી દઇએ કે કાર અત્યાર સુધીમાં કેટલા કિલોમીટર ચાલી ચુકી છે. જો કે ઓડોમીટરનું રીડિંગની સાથે સાથે છેડછાડ પણ સંભવ છે, શું જાણો છો તમે આ ? જુની કારનાં સારાભાવ માટે યુઝ્ડ કાર માર્કેટમાં ઓડોમીટરનાં રીડિંગને ઘટાડી શકાય છે, પરંતુ ખરીદદારને તેનો ખ્યાલ પણ નથી આવતો.

સામાન્ય ખરીરનારને જો આ અંગેની જામ થઇ પણ જાય તો ઓડોમીટરને ખોટુ સાબિત કરવું લગભગ અશક્ય જેવી જ બાબત છે. ઓડોમીટર ફ્રોડને અમેરિકામાં બસ્ટિંગ માઇલ્સ અને બ્રિટન અને આયરલેન્ડમાં ક્લોકિંગનાંનામથી ઓળખવામાં આવે છે. અમેરિકામાં આ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે, જ્યારે બ્રિટનમાં તેને ગુનાને રોકવાનાં ઉદ્દેશ્યથી પેનલ્ટીનું પ્રાવધાન પણ છે.

યૂરોપમાં ગત્ત વર્ષે એવી કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેનાં હેઠળ ઓડોમીટર સાથે છેડછાડ કરવાનાં ગુના પર નિયંત્રણ લગાવી શકાય. જો તમને મીટર સાથે છેડછાડ થઇ હોવાની શંકા ઉપજે તો તમે માત્ર પોલીસમાં જ ફરિયાદ કરી શકો છો. કાર ડિલર્સનાં અનુસાર એવરેજ ઓછી કરીને દેખાડવાથી જુની કારની કિંમતમાં 15 હજાર રૂપિયા સુધીનો વધારો થાય છે. બીજા લોકેશન પર પણ અન્ય મિકેનિક માઇલેજને અને 20 હજાર કિલોમીટર ઘટાડવાનાં બદલે 300 રૂપિયા લીધા.

એકલા અમદાવાદમાં જુની કાર બજારનું ટર્નઓવર લગભગ 100 કરોડ રૂપિયાનું છે. વર્ષનાં અંતમાં જુની કારોનું બજાર ઘણુ ગરમ રહે છે કારણ કે લોકો પોતાની જુની કાર વેચીને નવી કાર ખરીદે છે. કાર ડીલર્સ એસોસિએશનનાં અનુસાર દર વર્ષે અમદાવાદમાં લગભગ 50 હજાર જુની કારોનો વેપાર થાય છે.

You might also like