ભારતમાં અાતંક મચાવવા હિજબુલને ૮૦ કરોડ અપાયા છે

નવી દિલ્હી: પેરિસમાં ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં અાવ્યા બાદ ત્રાસવાદની સામે લડાઇમાં તમામ દેશો અેકસાથે અાવી રહ્યા છે. જેના પુરાવા મળવા લાગી ગયા છે. હવે ભારતીય તપાસકારોઅે ફાયનાન્સયલ અેક્શન ટાસ્ક ફોર્સને માહિતી અાપી છે કે ભારતમાં વિતેલા વર્ષોમાં અનેક ત્રાસવાદી હુમલા માટે જવાબદાર સંગઠન હિજબુલ મુજાહીદીનને જુદા જુદા ચેનલો પાસેથી પાકિસ્તાનમાં જંગી નાણા મળી રહ્યા છે.

હિજબુલે અાશરે ૮૦ કરોડની રકમ મેળવી લીધી છે. ભારતમાં અાતંકવાદી ગતિવિધી ચલાવવા માટે હિજબુલને છેલ્લા અાઠ ર્વષના ગાળા દરમિયાન ૮૦ કરોડની રકમ મળી ગઇ છે. ભારત દ્વારા ફ્રાન્સની સાથે વહેચવામાં અાવેલી માહિતીમાં કેટલીક અન્ય માહિતીનો પણ સમાવેશ થાય છે. ભારતમાં ત્રાસવાદી ગતિવિધી ચલાવવા માટે જુદા જુદા માધ્યમોતી હિજબુલને જંગી નાણાં મળી રહ્યા છે. હિજબુલના ત્રાસવાદીઅો ભારતમાં ત્રાસવાદી પ્રવૃતિ ચલાવવા માટે નાણાં અેકત્રિત કરી રહ્યા છે.

છેલ્લા અાઠ ર્વષના ગાળામાં અા સંગઠને ૮૦૦ મિલિયન અથવા તો ૮૦ કરોડ રૂપિયા મેળવી લીધા છે. માત્ર હિજબુલ જ નહી બલ્કે અન્ય અનેક ત્રાસવાદી સંગઠન દ્વારા પણ નાણાં અેકત્રિત કરવામાં અાવી રહ્યા છે. કેટલાક દેશો ત્રાસવાદીઅોને ખુલ્લી રીતે સર્મથન અાપી રહ્યા છે. પેરિસમાં હુમલો કરવામાં અાવ્યા બાદ ભારત અને અમેરિકા સહિતના દેશો ત્રાસવાદ સામે અેકમત થવાની વાત કરી રહ્યા છે. રશિયા અને ફ્રાન્સ દ્વારા અાઇઅેસના અા પર સિરિયામાં હુમલા પણ કરવામાં અાવી રહ્યા છે. ત્રાસવાદીઅો સામે હવે સકંજાે મજબુત કરાઇ રહ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે, હિજબુલને પાકિસ્તાનમાંથી છેલ્લા ૮ ર્વષથી નાણાં મળી રહ્યા છે. અહેવાલ મુજબ અેક વખત ભારતમાં નાણાં પહાચી ગયા બાદ સક્રિય ત્રાસવાદીઅો અને માર્યા ગયેલા અાતંકવાદીઅોના પરિવાર સુધી અા નાણાં પહાચાડવામાં અાવે છે. અાતંકવાદીઅો અાનો ઉપયોગ મોબાઈલ કોમ્યુનિકેશન, હથિયારો ખરીદવા, ત્રાસવાદીઅોની સારવાર, વસ્ત્રો અને મિલેટ્રી ચીજવસ્તુની ખરીદી અને માર્યા ગયેલા અાતંકવાદીઅોની અાર્થિક મદદ કરવા માટે કરે છે.

અન્ય દેશોમાંથી પણ ફંડ અેકત્રિત કરવામાં અાવે છે, તેનો પણ અા જ રીતે ઉપયોગ કરવામાં અાવે છે. પાકિસ્તાન હિજબુલ મુજાહિદ્દીન અને તોયબા જેવા સંગઠનોને ટેકો અાપે છે. જે ૨૦૦૮ના હુમલા માટે જવાબદાર સંગઠન તરીકે છે.

You might also like