મહિલા મુસ્લિમ ખેલાડીઓ માટે લોન્ચ થઇ રહ્યો છે ખાસ હિજાબ

નવી દિલ્હી: મહિલા મુસ્લિમ એથલીટ્સ માટે એક વિશેષ પ્રકારનો હિજાબ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. એનાથી એ માથું ઢાંકીને પારંપારિક ઇસ્લામી રિવાજનું પાલન પણ કરી શકશે અને ખેલમાં એમના પ્રદર્શન પર કોઇ અસર પડશે નહીં.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર નાઇકી એક કંપની પ્રો હિજાબના નામથી આ ઉત્પાદનું માર્કેટિંગ કરી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે પ્રો હિજાબ 2018ના વસંતથી મહિલા મુસ્લિમ ખેલાડીઓને ઉપલબ્ધ થવાનું શરૂ થઇ જશે. એની કિંમત 35 ડોલર એટલે કે 2340 રૂપિયા હશે.

મેશ પોલિસ્ટરથી બનેલો આ હિજાબ હલ્કો અને સ્ટ્રેચેબલ હશે. આ ગ્રે, કાળો અને લાવા કાંચ રંગોમાં ઉપલબ્ધ રહેશે. નાઇકીએ એક નિવેદનમાં કહ્યું કે આ ઉત્પાદન પર એક વર્ષથી રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું. આ હિજાબને યૂએઇની સ્કેટર જાહરા લારી સહિત કેટલાક એથલીટ્સ પર ટેસ્ટ કરવામાં આવશે.

જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ છે જે હિજાબ પહેરીને રમે છે. એમાં મુક્કેબાજ આરિફા બસેઇસો, ફેન્સર મુહમ્મદ અને ટ્રાઇએથલીટ નજલા અલ જેરાઇવી જેવી જાણીતા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે ડેનમાર્કની સ્પોર્ટ્સવિયર કંપની હમ્મેલએ અફઘાનિસ્તાનની મહિલા ફુટબોલ ટીમ માટે એવી જર્સી લોન્ચ કરી હતી જેમાં હિજાબ સાથે જ જોડાયેલો હતો.

http://sambhaavnews.com/

You might also like