1 એપ્રિલથી હાઇવે પર સફર કરવી થશે વધારે મોંઘી

નવી દિલ્હી: દેશમાં 1 એપ્રિલથી હાઇવેની સફર મોંધી જવા જઇ રહી છે. નવા રેટ એપ્રિલથી લાગૂ કરી દેવામાં આવશે. વાહન ચાલકોને હાઇવે પર લાગેલા ટોલ પર 2 થી 3 ટકા સુધીનો વધારે ટેક્સ આપવો પડશે. આ સંબંધમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દરેક ટોલ પ્લાઝાને આદેશ આપી દીધો છે. રેટ વધ્યા બાદ કોમર્શિયલથી લઇને સામાન્ય વાહન ચાલકોને 5 થી 10 રૂપિયા વધારે ટેક્સ આપવો પડશે.

એનએચએઆઇના દેશભરમાં 386 હાઇવે છે. આ દરેક પર લાગેલા ટોલ પ્લાઝા પર વાહનો પાસેથી અલગ અલગ હિસાબથી ટોલ ટેક્સ લેવામાં આવે છે. એનએચઆઇ તરફથી દર વર્ષે એપ્રિલ મહિનાની શરૂઆતમાં ટોલ પ્લાઝાનું રેટ લિસ્ટમાં સંશોધન કરવામાં આવે છે. આ વખતે પણ એનએચઆઇએ ટોલ પ્લાઝા પર 2 થી 3 ટકા સુધીનો વધારો નક્કી કર્યો છે. જો કે કેટલાક સ્થળો પર આનાથી વધારે અથવા ઓછો પણ વધારો કરવામાં આવી શકે છે. 2 થી 3 ટકાનો વધારો થવા પર હવે વાહનોએ 5 થી 10 રૂપિયા વધારે ટેક્સ આપવો પડશે.

કેટલાક ટોલ પ્લાઝા પર નવો ભાવ રજૂ કરી દેવામાં આવ્યો છે, જ્યારે કેટલાક પર 31 માર્ચ પહેલા લિસ્ટ મોકલી દેવામાં આવશે. 31 માર્ચની રાતથી નવો ભાવ અમલમાં મૂકવામાં આવશે. ખાસ વાત એ છે કે કોમર્શિયલ વાહનોની સાથે સાથે સામાન્ય વાહનો પર પણ એની અસર પડશે.

નોંધનીય છે કે એનએચઆઇએ ગત વર્ષે પણ ટોલ ટેક્સમાં વધારો કર્યો હતો. પ્રદેશમાં એનએચઆઇના 6 હાઇવે પર ટોલ પ્લાઝા છે. એમાં દિલ્હી-આગ્રા એનએચ 2. દિલ્હી-ગુરુગ્રામ એનએચ 8, દિલ્હી હિસાર એનએચ 10, પાનીપત-અંબાલા એનએચ 1, રોહતક-બાવલ એનએચ 71, રોહતક-પાનીપત એનએચ 71 એનો સમાવેશ થાય છે.

http://sambhaavnews.com/

You might also like