શું તમે બુર્જ ખલિફાથી પણ ઉંચી ઇમારત અને તેની કિંમત વિશે જાણો છો?

નવી દિલ્હી: બુર્જ ખલિફાને જાણનારા જાણે છે કે આ દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે, પરંતુ આ વચ્ચે દુબઇમાં એક આવું જ ટાવર બનવાની તૈયારી ચાલી રહી છે. આ ઇમારત બન્યા પછી એક નવો વર્લ્ડ રેકર્ડ બનશે.

જાણો કે આ ઇમારત માટે શું પ્લાનિંગ બની રહ્યો છે

વિશ્વની સૌથી ઊંચી ઇમારત બનાવવામાં એક અરબ ડોલરથી વધારે કિંમત લાગશે.

પ્રોપર્ટી ડેવલોપર એમ્મારની વાત માનીએ તો દુબઇના ક્રીક હાર્બરમાં છ ચોરસ કિલોમીટર માં ફેલાવનારા માસ્ટર ડેવલોપમેન્ટ બુર્જ ખલિફા કરતા સહેજ વધારે ઊંચું હશે. બુર્જ ખલિફાની કુલ ઊંચાઇ 828 મીટર છે. એમ્માર પ્રોપર્ટીના ચેરમેન મોહમ્મદ અલાબર આ નવી ઇમારતને લઇને સંપૂરણ ગોપનીયતા બનાવી રાખી છે. એ કહે છે કે જ્યારે એ તે ટાવરને ખોલશે ત્યારે તેની ઊંચાઅ માટે ખુલાશો કરશે. તે કહે છે કે આવી પરિયોજનાઓના આમદની મોડલ પર તેમને ઘણું કામ કરવાનું છે.

 

You might also like