વિદ્રોહ બાદ પનીરસેલ્વમની AIADMKમાંથી હકાલપટ્ટી, શશિકલાએ કહ્યું DMKનું કાવતરુ

નવી દિલ્હીઃ ચેન્નઇમાં શશિકલાના શપથ ગ્રહણ પર અસમંજસની વચ્ચે મંગળવારે સાંજે હાઇવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. જયલલિતાની ગેરહાજરીમાં સીએમ પદ સંભાળી રહેલા પનીરસેલ્વમ જયલલિતાની સમાધિ પાસે મૌન થઇને બેસી ગયા હતા. લગભગ અડધો કલાક સુધી આ રીતે બેસી રહ્યાં હતા. બાદમાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે જયલલિતાની આત્માએ મારી સાથે વાત કરી. તેમણે મને પ્રજાને સાચુ જણાવવાનું કહ્યું. પનીરસેલ્વમે કહ્યું કે શશિકલાએ રાજીનામુ આપવા માટે મારી પણ દબાણ કર્યું છે. જો પાર્ટીના કાર્યકર્તા ઇચ્છે તો હું રાજીનામુ પરત લઇ શકું છું. પનીરસેલ્વમના આરોપ પર શશિકલાએ કહ્યું છે એવું લાગી રહ્યું છે કે તેઓ કોઇના ઇશારે કામ કરી રહ્યાં છે. પાર્ટીમાં બધુ જ બરાબર છે.

શશિકલા પર પનીરસેલ્વમ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પગલે શશિકલાના નિવાસ્થાન પોસ ગાર્ડેન પર તત્કાલીન બેઠક બોલાવામાં આવી હતી. જ્યાં રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ બુધવારે જ ચૈન્નઇ પરત આવી રહ્યાં છે. પાર્ટી વિરોધી ગતિવિધીઓને કારણે શશિકલાએ પનીરસેલ્વમની AIADMKમાંથી હકાલપટ્ટી કરી છે. પહેલાં તેમને કોષાધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યાં. તેમની જગ્યાએ ડિંડીગુલ શ્રીનિવાસનની નિમણૂંક કરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like