દિલ્હી-મુંબઈ તેમજ દિલ્હી-હાવરા રૂટ ઉપર હાઈસ્પીડ ટ્રેન દોડાવાશે

નવી દિલ્હી: રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ટ્રેનોની અનિયમિતતા દૂર કરવા તેમજ વર્તમાન સમયમાં દોડતી ટ્રેનોની સ્પીડ વધારવાની દિશામાં આયોજન કરવા રેલેવે વિભાગને આદેશ આપ્યા છે. તેમાં આગામી દિવસોમાં દિલ્હી- મુંબઈ તેમજ દિલ્હી -હાવરા રૂટ ઉપર હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે.

રેલવે પ્રધાને આ નવો આદેશ છેલ્લાં ત્રણ વર્ષથી ચલાવવામાં આવતાં મિશન રફતારનો અભ્યાસ કર્યા બાદ આપ્યો છે. આ અંગેની સમીક્ષા માટે તાજેતરમાં યોજાયેલા સંમેલનમાં ગોયલે રેલવે બોર્ડ અને ઝોનલ રેલવેના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લીધા હતા.

તેમજ તેમને બહાનાંબાજી છોડી ટ્રેનોની સ્પીડ વધે તે દિશામાં કામ કરવા તાકિદ કરી હતી. તેમજ આગામી ત્રણ માસમાં ૧૬૦ કિમીની ઝડપવાળી ટ્રેનને યોગ્ય બનાવવા આદેશ આપ્યો હતો. જોકે નવાઈની વાત એ છે કે હાલ એકપણ રૂટ તેની પૂર્ણતા કરી શકે તેમ નથી.

તેથી રેલવે પ્રધાને આ માટે રેલવે વિભાગને ત્રણ માસનો સમય આપ્યો છે. તેમાં દિલ્હી- મુંબઈ તેમજ દિલ્હી -હાવરા રૂટને પહેલા આ માટે સક્ષમ બનાવવા આદેશ આપવામા આવ્યો છે. હાલ દિલ્હી-આગ્રા વચ્ચે દોડતી એકસપ્રેસ ટ્રેન પહેલેથી જ ૧૬૦ કિમીની ઝડપે દોડી રહી છે.

પરંતુ આગ્રા બાદ ઝાંસી સુધી તેને ૧૩૦ કિમી સુધી ચલાવવામાં આવે છે. જેની સામે રેલવે પ્રધાને નારાજગી દર્શાવી છે, અને તેમણે સમગ્ર લાઈનમાં સુધારો કરવા ઉપરાંત હાલમાં રેલેવે વિભાગને કેટલાક રૂટો પર જે મુસીબત પડી રહી છે તેને ઝડપથી દૂર કરવા આદેશ આપ્યો હતો.આ રૂટમાં હાવરા-ચેન્નઈ, દિલ્હી-ચેન્નઈ તથા હાવડા-ચેન્નઈ તથા હાવરા- મુંબઈ રૂટનો સમાવેશ થાય છે.

You might also like