2017 જાન્યુઆરીથી ફરજિયાત બનશે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ્સ

વાહનો પર સુરક્ષાના હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યોછે. સાથે જ જે વાહનો પર આ નંબર પ્લેટ નહીં હોય તેમની સામે કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાઈસિક્ટોરિયી નંબર પ્લેટ માટે વાહન માલિકોને મોકલવામાં આવતા SMSમાં સ્પષ્ટ રીતે વાહનની કેટેગરી મુજબ હાઇસિકયુરીટી નંબર પ્‍લેટની કિંમત દર્શાવવાની રહેશે. જેથી વાહન માલિકે વધારાની કોઇ રકમ ચૂકવવી ન પડે.
આ પ્લેટ ફરજિયાતપણે અધિકૃત ડીલરને ત્‍યાંજ ફીટ કરવાની રહેશે. તે માટે તમામ આરટીઓ, એ.આર.ટી.ઓ.એ એજન્સીના સંકલનમાં રહી સંબંધિત અધિકૃત ડિલર સાથે બેઠક યોજી સ્‍પષ્‍ટ સમજ આપવાની રહેશે.

You might also like