હાઈ સિક્યોરિટી નંબર પ્લેટમાં રપ ટકા સુધીનો ભાવ વધારો

અમદાવાદ: આરટીઓ દ્વારા વાહનોમાં લગાવાતી હાઇ સિક્યોરિટી નંબર પ્લેટના ભાવમાં આજથી ૧પ થી રપ ટકા સુધીનો વધારો કરાયો છે. ટુ વ્હીલરની નંબર પ્લેટમાં રૂ.ર૦, રિક્ષા અને ટેમ્પોમાં રૂ.૩૦, ફોર વ્હીલરમાં રૂ.૬૦ અને ભારે વાહનોની નંબર પ્લેટના ભાવમાં રૂ.૬૦નો વધારો થયો છે.

વર્ષ ર૦૧૩થી તમામ નવાં વાહનોમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ફ‌રજિયાત બનાવાઇ હતી. ગાંધીનગર સ્થિત કંપની એફટીએએચએસઆરપી સોલ્યુશન પ્રાઇવેટ લિ. કં.ને તેનો કોન્ટ્રાક્ટ અપાયો છે. નવાં વાહનોમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત બનાવ્યા બાદ હવે જૂનાં વાહનોમાં પણ હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ અમલી બનાવાઇ છે.

૧ જૂન બાદ કોઇ પણ જૂનાં વાહનોની ખરીદી બાદ તેના પર હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત લગાવવી પડશે. તાજેતરમાં જ આ નંબર પ્લેટ પરના નંબર ભૂંસાઇ જવાની વાહન માલિકોની મળેલી અસંખ્ય ફરિયાદોના પગલે કંપનીને ડિફે‌િક્ટવ નંબર પ્લેટો બદલીને નવી લગાવી આપવાની ફરજ પડી હતી.

હાલની પરિસ્થિતિમાં ઓનલાઇન ‌એપોઇન્ટમેન્ટ લીધા પછી પણ નવાં વાહનોમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટે લાઇન લાગે છે. ૧ જૂનથી જૂનું વાહન ખરીદનારે પણ હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવી પડશે, તેના વગર વાહનનું નામ ટ્રાન્સફર નહીં થાય.

વાહનોની ચોરી અટકાવવા માટે રાજ્યભરમાં દરેક વાહનો માટે એચએસઆરપી નંબર પ્લેટ ફરજિયાત છે. એચએસઆરપી પ્લેટ બનાવતી કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નંબર પ્લેટદીઠ કૃષિ કલ્યાણ સેસ પણ વાહનચાલક પાસેથી વસૂલાશે.

કયા વાહનમાં કેટલો ભાવ વધારો
                                             જૂનો ભાવ રૂ.       નવો ભાવ રૂ.
ટુ વ્હીલર-મોટરસાઇકલ             ૧ર૦                    ૧૪૦
ડેમેજ ફ્રન્ટ પ્લેટ                           ૪૦                     ૬૦
ડેમેજ બેક પ્લેટ                           ૯૦                       ૧૧૦
ટુ વ્હીલર-સ્કૂટર                          ૧ર૦                     ૧૪૦
ડેમેજ ફ્રન્ટ પ્લેટ                          પ૦                       ૭૦
ડેમેજ બંને પ્લેટ                          ૧૬૦                      ૧૮૦
થ્રી વ્હીલર                                  ૩પ૧                       ૪૧૦
ડેમેજ ફ્રન્ટ પ્લેટ                          રપ૦                     ર૮૦
ડેમેજ બેક પ્લેટ                          ર૬૦                       ર૯૦
બંને તરફ ડેમેજ                         ૪૪૦                      ૪૯૦
ફોર વ્હીલર                                ૩૭૦                       ૪૩૦
ડેમેજ ફ્રન્ટ પ્લેટ                         ૧૯૦                       રપ૦
ડેમેજ બેક પ્લેટ                          ર૪૦                       ર૯૦
બંને તરફ ડેમેજ                         ૪૩૦                        પ૦૦

You might also like