Categories: Gujarat

હાઇરાઇઝ બિલ્ડિંગના પ્લાનમાં ફેરફાર કરવા બિલ્ડરોની પૂછપરછ

અમદાવાદ: ગત તા.૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે દેશમાં રૂ.પ૦૦ અને રૂ.૧૦૦૦ની જૂની નોટને ચલણમાંથી રદ કરવાની વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી હતી. કેન્દ્રના આ નિર્ણયને અાજે એક મહિનો થયો છે. નોટબંધીની અસર વિભિન્ન ક્ષેત્રમાં ઓછી-વધતી અંશે દેખાઇ રહી છે. રિયલ એસ્ટેટ વિભાગમાં પણ નોટબંધીના પગલે જૂના હાઇરાઇઝ બિલ્ડિંગના પ્લાનમાં ફેરફાર કરવા અંગે બિલ્ડરોએ મ્યુનિ. કોર્પોરેશનમાં પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ નોટબંધીના કારણે પ્રોપર્ટીના ભાવ ઘટશે તેવી શક્યતાના કારણે ઘરનું ઘર ખરીદવા ઈચ્છતા લોકોમાં હાલ ‘વેઈટ એન્ડ વોચ’નો અભિગમ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારનાર નોટબંધીના એલાનથી નવા ફલેટ વગેરેની ખરીદીમાં મોટા ભાગના નાગરિકોએ ‘વેઇટ એન્ડ વોચ’ની ભૂમિકા અપનાવી છે. હાલના તબક્કે લોકો હોમલોન સહિતની બાબતોમાં રિઝર્વ બેંકની નીતિ-રીતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. આના કારણે રિયલ એસ્ટેટમાં પણ કંઇક અંશે સુસ્તીનું વાતાવરણ છવાયું છે. આગામી તા.૩૧ ડિસેમ્બર બાદ આ ક્ષેત્ર સહિતનાં અન્ય ક્ષેત્રમાં તેજી-મંદીની સ્પષ્ટતા થશે. અત્યારે તો નવા દસ્તાવેજ પણ ઓછા થઇ રહ્યા છે.
દરમ્યાન મ્યુનિ. નગર વિકાસ વિભાગના ટોચનાં સૂત્રો કહે છે કે, અમદાવાદ મેગા સિટીમાંથી સ્માર્ટ સિટી તરફ હરણફાળ ભરી રહ્યું હોઇ સ્વાભાવિકપણે હાઇરાઇઝ બિલ્ડિંગના નિર્માણ વધુ સંખ્યામાં થઇ રહ્યા છે. પંદર પંદર માળના આકાશને આંબતી ગગનચુંબી હાઇરાઇઝ બિલ્ડિંગ શહેરની શોભામાં તો વૃદ્ધિ કરે જ છે આની સાથે સાથે ‘વર્ટિકલ સાઇઝ’ના કારણે એક સાથે અનેક લોકોને ‘ઘરના ઘર’ની જરૂરિયાતને સંતોષી શકે છે.

પરંતુ નોટબંધીના કારણે ૧પ માળના હાઇરાઇઝ બિલ્ડિંગના માળ ઘટાડીને તેના આઠ માળ કરવાની તંત્રનું માર્ગર્શન સલાહ, સૂચના મેળવવા અમુક બિલ્ડરોએ નગર વિકાસ વિભાગની કચેરીના ફોન રણકતા કરી દીધા છે. અત્યારે તો શહેરના બોડકદેવ, થલતેજ અને વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં ૧પ માળની હાઇરાઇઝ બિલ્ડિંગનાં નિર્માણ વધુ સંખ્યામાં થઇ રહ્યાં છે. જ્યારે નવા નિકોલ, નવા નરોડા, નવા મણિનગર, નવા ઓઢવ, વટવા, રામોલ, હાથીજણ, અસલાલી જેવા વિસ્તારોમાં મહદંશે આઠ માળનાં બિલ્ડિંગ બંધાઇ રહ્યાં છે. જોકે નોટબંધીની જાહેરાત બાદ અમુક બિલ્ડરોએ અગાઉના ૧પ માળના હાઇરાઇઝ બિલ્ડિંગને બદલે આઠ માળનાં બિલ્ડિંગના નિર્માણ પ્રત્યે ગંભીરતા દાખવી છે. એટલે નવેસરના રિવાઇઝડ પ્લાન વગેરેના સંદર્ભમાં મ્યુનિ. સત્તાવાળાઓને ફોન કે રૂબરૂ મળીને પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન પાસે દર મહિને નવાં બિલ્ડિંગોને અપાતી વિકાસ પરવાનગીના સંદર્ભમાં પંદરેક હજાર પ્લાન મુકાય છે. જે પૈકી ત્રણેક પ્લાન ૧પ માળની હાઇરાઇઝ બિલ્ડિંગના અને અન્ય આઠ માળની બિલ્ડિંગના હોય છે.  કોર્પો.ની તિજોરીમાં દર મહિને વિકાસ પરવાનગીના આવક પેટે રૂ.૩પ થી ૪૦ લાખ ઠલવાય છે. જોકે હવે રિવાઇઝડ પ્લાનની પૂછપરછનો આરંભ થયો છે. જેના કારણે આગામી દિવસોમાં કેટલાક બિલ્ડરો રિવાઇઝડ પ્લાન તંત્ર સમક્ષ મૂકે તેવી સંભાવના છે. આવા સંજોગોમાં તંત્ર જે તે બિલ્ડરને રિફંડ પણ ચૂકવશે. જોકે બીયુ પરમિશન વખતે રિફંડ ચૂકવવાનું હોઇ હાલ મ્યુનિ. આવકને ફટકો પડવાની શક્યતા નથી.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

4 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

5 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

5 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

5 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

7 hours ago