આવતી કાલે આ હાઈરાઈઝ બિલ્ડિંગમાં કોર્પોરેશન ત્રાટકશે?

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફટી એનઓસીના મામલે હમણાંથી સપાટો બોલાવાઈ રહ્યો છે. છેલ્લે મધ્ય ઝોનમાં ખાડિયામાં આવેલા જશવંત ચેમ્બર્સમાં તંત્ર ત્રાટક્યું હતું. હવે આવતી કાલે સત્તાવાળાઓ ફરીથી સીલિંગ ઝુંબેશ હાથ ધરશે. જે માટે યાદી પણ તૈયાર કરાઈ છે. આ યાદીમાં સમાવાયેલાં બાર બિલ્ડિંગમાં ગઈકાલ સાંજ સુધી ફાયર સેફટીની એનઓસી મેળવાઈ ન હતી. કોર્પોરેશન દ્વારા ગઈ કાલે સાંજે તૈયાર કરાયેલી યાદીમાં સૌથી વધુ છ બિલ્ડિંગ નવા પશ્ચિમ ઝોનમાં છે. જ્યારે પશ્ચિમ ઝોનની ચાર બિલ્ડિંગ અને મધ્ય ઝોનની પણ ચાર બિલ્ડિંગનો સમાવેશ કરાયેલ છે. છેલ્લે ગત તા.૧ ઓકટોબરે કુલ મધ્ય ઝોનમાં જ સીલિંગ ઝુંબેશ કરાઈ હતી.

નવા પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુરનું માનસી કોમ્પ્લેક્સ, સોલાના સાયન્સ સિટી રોડ પરનું સિટી સેન્ટર, એસજી હાઈવે પરના જીએનએફસી ટાવર સામેનું શાંતુ ટાવર, સેટેલાઈટ રોડ પરનું માનસ કોમ્પ્લેક્સ, પશ્ચિમ ઝોનમાં ટાઉનહોલ પાછળનું મધુબન, નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળનું નિર્માણ કોર્પોરેટ, આંબાવાડીમાં શિવાલી ટાવર, ગુજરાત કોલેજ પાસેની હોટલ પાર્ક પ્લાઝા, મધ્ય ઝોનમાં સારંગપુર દરવાજા પાસેનું ચેતન કલોથ માર્કેટ, રેલવે પુરાનું હરિ ઓમ માર્કેટ- બે, કાલુપુરના કપાસિયા બજાર પાસેની હોટલ માર્શલ અને જૂના કલેકટર ઓફિસ પાસેનું બિઝનેસ સેન્ટર પર આવતી કાલે તંત્ર ત્રાટકી શકે છે. એસ્ટેટ વિભાગના ટોચનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ આજે સાંજ સુધીમાં આ યાદી હેઠળનાં બિલ્ડિંગ પૈકી જે બિલ્ડિંગમાં ફાયર સેફટીની એનઓસી મેળવનાર બિલ્ડિંગમાં સીલિંગ ઝુંબેશ
નહીં થાય.

You might also like