જમ્મુમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ : અનેક મોટા ઉદ્યોગપતિ અને નેતાઓનાંનામ ઉછળ્યાં

જમ્મુ : જમ્મુમાં એક હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ ખુલાસો 15 વર્ષની એક છોકરીની ધરપકડ બાદ થયો છે. પ્રાપ્ત વિગતાનુસાર આ સેક્સ રેકેટમાં મોટા ઉદ્યોગપતિઓનાં નામ પણ ખુલ્યા છે. આ રેકેટનાં મુળ ખુબ ઉંડા હોવાનો પણ પોલીસનો દાવો છે. સમાચાર પત્ર ગ્રેટર કાશ્મીરનાં રિપોર્ટ અનુસાર યુવતિએ કબુલાત કરી હતી કે તેને આ ધંધામાં જબરદસ્તી ધકેલવામાં આવી હતી. છોકરીની પઠાણકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. છોકરીએ આ રેકેટમાં 30 લોકો સંડોવાયેલા હોવાની જાણકારી આપી હતી અને તેનાં નામ પણ જણાવ્યા હતા. પુછપરછ બાદ આ છોકરીને તેનાં પરિવારને સોંપી દેવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર આ કેસમાં 5 મોટા ચહેરાઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં મોટા ભાગનાં ઉદ્યોગપતિઓ છે. જો કે કેસ દાખલ થયા બાદ તમામ નેતાઓ છુપાઇ ગયા છે, જેનાં નામ છોકરીએ લીધા હતા.. પોલીસ હાલ તો મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. પોલીસે ધરપકડ કરાયેલા લોકોનાં નામ જણાવવાની વાતનો ઇન્કાર કરી દીધો હતો. તેણે કહ્યું કે જ્યા સુધી તપાસ પુરી નહી થાય ત્યાં સુધી કોઇ પણ નામ જાહેર કરવામાં આવશે નહી.

You might also like