ભારતમાં મળી રહી છે ઓછી કિંમતમાં હાઇ પરફોર્મન્સ બાઇક..

યુવાઓમાં હાઇ પરફોર્મેન્સ બાઇક ઘણી લોકપ્રિય હોય છે. ઘણી કંપનીઓ હાઇ પરફોર્મેન્સ બાઇક લઇને આવી રહી છે. આ સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડ, KTM, બજાજ વગેરેમાં બાઇક ઉપલબ્ધ છે. લોકોના મનમાં એવું હોય છે કે હાઇ પરફોર્મેન્સ બાઇકની કિંમત વધારે હોય છે પરંતુ આજે અમે તમને ઓછી કિંમતવાળી હાઇ પરફોર્મેન્સ બાઇક વિશે જાણકારી આપી રહ્યાં છે.

KTMRC390 આ બાઇકને હાલમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં 373.3 CCનું એન્જિન છે જો 42 hpનું પાવર અને 36 Nmનું ટોર્ક જનરેટ કરે છે. આમાં ટ્વીન પ્રોજેક્ટર, હેન્ડલેમ્પ, ડ્યૂલ ચેનલ એબીએસ આપવામાં આવ્યું છે. જેની કીંમત 2.37 લાખ રૂપિયા છે. જેનું દમદાર એન્જીન અને એન્જીન તેને અન્ય બાઇકથી અલગ કરે છે.

Yamaha YZF-R15 V3 આ સ્પોર્ટસ બાઇકને હાલમાં જ ભારતમાં ઉતારવામાં આવ્યું છે. જેમાં 155 ccનું એન્જિન લગાવામાં આવ્યું છે જે 19.3 PSનો પાવર અને 15 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં એલઇડી હેડલેમ્પ અને ડિજિટલ ઇન્સ્ટુમેન્ટ કલસ્ટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. પરફોર્મન્સમાં આ બાઇ પોતાના સેગમેન્ટના અન્ય બાઇકને પડકાર આપે છે. જેની કિંમત 1.25 લાખ રૂપિયા છે.

KTM Duke 390 જેમાં 373 ccનું એન્જિન આપવામાં આવ્યું છે જે 43 PSનો પાવર અને 37 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં ડુઅલ ચેનલ એબીએસ, ટીએફટી સ્પીડો જેવા ફીચર આપવામાં આવ્યા છે. જેની કિંમત 2.40 લાખ રૂપિયા છે. તેના સેગમેન્ટમાં આ બાઇક બીજા કરતા વધારે સારી છે.

Pulsar NS200 બજાજ પલ્સરમાં 199 ccનું એન્જિન આપવામાં આવ્યું છે જે 23 bhpનો પાવર અને 18.3 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં કંપનીએ એ એન્જિનનો ઉપયોગ કર્યો છે જે મોંઘી કિંમતવાળી KTM 200 ડ્યૂકમાં ઉપયોગ કરવામાં આવે છે. જેની કિંમત 1.06 લાખ રૂપિયા છે. જેમાં એબીએસ અને મોનોશોક જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

You might also like