મમતા કાર્ડ ફરજિયાતના આદેશને હાઈકોર્ટે રદ કર્યો

ગાંધીનગર: ગુજરાતની ભાજપ સરકારે ગર્ભવતી મહિલાઓ માટે ફરજિયાત મમતાકાર્ડ હોય તો જ સારવાર મળશે તેવો કરેલો વર્ષ-૨૦૦૬માં આદેશ ગુજરાત હાઈકોર્ટે રદબાતલ કર્યો છે તેને આવકારતાં કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોને આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ નીવડી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મમતાકાર્ડ હોય તો જ ગર્ભવતી મહિલાને સારવાર મળે તે નિર્ણય હાઈકોર્ટે રદ કરતાં વર્ષ-૨૦૦૬થી હેરાન થતા હજારો બહેનોને અને તેમના પરિવારોને રાહત થઈ છે. સરકાર કોઈ પણ પ્રકારના મગજથી આડેધડ કાયદાઓ બનાવે છે. આવા કાયદાથી હજારો સામાન્ય-ગરીબ વર્ગના દર્દીઓ હેરાન પરેશાન થાય છે. ભાજપ સરકારની ગરીબ અને સામાન્ય વર્ગ વિરોધી નીતિઓને કારણે આજે આરોગ્ય સેવા પડી ભાંગી છે અને ખાનગી હોસ્પિટલો આડેધડ નાણાં ઉઘરાવે છે. ગુજરાતની ભાજપ સરકારની મમતાકાર્ડ હોય તો જ સારવાર આપવાની નીતિ મહિલા વિરોધી અને અસંવેદનશીલ હતી. કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટના ચુકાદાને આવકારે છે.

You might also like