ઓફીસમાં પતિ પર ચપ્પલ ફેંકવાના કિસ્સામાં હાઇકોર્ટે છૂટાછેડા કર્યા મંજૂર

નવી દિલ્હી : દોસ્તોની સામે ઓફીસમાં પતિ પર ચપ્પલ ફેંકનારને હાઇકોર્ટે હેરેસમેન્ટ તરીકે સ્વિકાર કર્યો છે. કોર્ટે સ્વિકાર્યું કે આ એક માનસિક હેરેસમેન્ટ છે. આ મુદ્દે છુટાછેડા થઇ શકે છે. હાઇકોર્ટે ક્રૂરતા અને પત્ની દ્વારા છોડવાના ગ્રાઉન્ટ પર પતિના ફેવરમાં તલાકને મંજુરી આપતા આ કોમેન્ટ આપી છે.

અગાઉ નિચલી કોર્ટે પતિની ફેવરમાં છુટાછેડાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ મહિલાએ તેને હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, આ મુદ્દે સ્પષ્ટ છે કે, મહિલા લગ્ન પછી ખુશ નહોતી. જેના કારણે ઓફીસનાં મિત્રો સામે તેણે પુરૂષને ચપ્પલ ફેંક્યુ અને માનસિક રીતે પરેશાન કર્યો હતો. આ ગ્રાઉન્ટ પર છુટાછેડા શક્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બંન્નેના લગ્ન 2005માં થયા હતા. યુવકનાં અગાઉ એક વખત છુટાછેડા થઇ ચુક્યા હતા. જો કે બંન્નેના લગ્નનાં બે દિવસ બાદ જ સમસ્યા ચાલુ થઇ ગઇ હતી. કોર્ટમાં રજુ થયેલ કિસ્સા અનુસાર મહિલાની એક સાડી ગુમ થઇ ગઇ હતી. જેનો આરોપ તેણે પોતાની નણંદ પર લગાવ્યો હતો. ત્યાર બાદ બંન્ને વચ્ચે અણબનાવ ચાલુ થઇ ગયો હતો. પતિનો આરોપ છે કે આ દરમિયાન પત્નીએ આરોપ લગાવ્યો કે ઘરમાં પતિ સહિત તમામ વસ્તુ સેકન્ડ હેન્ડ છે. ત્યાર બાદ બંન્ને વચ્ચે અણબનાવ સતત વધતો ગયો.

You might also like