દિલ્હી હાઇકોર્ટે કનૈયાને કહ્યું ઉપવાસનો અંત લાવો પછી સુનવણી થશે

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે જેએનયુ વિદ્યાર્થીસંઘનાં અધ્યક્ષ કનૈયા કુમારે કહ્યું કે તે પોતાનાં સાથીઓની ભુખ હડતાળ બંધ કરે. કોર્ટે કહ્યું કે જ્યારે હડતાળનો અંત આવશે ત્યારે તેમની અરજી પર વિચાર કરવામાં આવશે. હાઇકોર્ટનાં નિર્દેશ બાદ કનૈયા કુમારનાં વકીલે થોડો સમય માંગ્યો હતો.કનૈયા કુમારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી છે કે જેએનયુ તંત્રની તરફથી કરવામાં આવેલી દંડાત્મક કાર્યવાહીને અટકાવવામાં આવે.

કનૈયા પર દેશદ્રોહનો આરોપ છે. તે જેલમાં પણ જઇ ચુક્યો છે. હાલ તે જામીન પર બહાર છે. જેએનયુની ઉચ્ચ સ્તરીય સમિતીએ કેમ્પસમાં થયેલા વિવાદિત કાર્યક્રમનાં મુદ્દે 25 એપ્રીલનાં રોજ 21 વિદ્યાર્થીઓ દોષીત સાબિત થયા હતા. સમિતીએ કનૈયા કુમાર પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જેએનયુની ઉચ્ચ સ્તરીય સમિતીએ દેશદ્રોહનાં આરોપી ઉમર ખાલીદને એક સેમેસ્ટરનાં માટે હાંકી કાઢ્યો હતો સાથે ખાલીદ પર 20 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો.

કનૈયાએ કહ્યું હતું કે તે ન તો હાઇલેવલ સમિતીને માને છે કે ન તો અહેવાલને માન્ય ગણે છે. તેઓ રિપોર્ટનાં આધારે અપાયેલી સજાને પણ માન્ય નહી ગણે. સંસદ હૂમલાનાં દોષીત અફઝલ ગુરૂને ફાંસી પર લટકાવવામાં આવેલ વરસી પ્રસંગે 9 ફેબ્રુઆરીનાં રોજ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ થયો હતો. જેને કલ્ચરલ ઇવેન્ટ નામ આપવામાં આવ્યું હતું. સાબરમતી હોસ્ટેલની સામે સાંજે 5 વાગ્યે કાર્યક્રમમાં થોડા લોકોએ દેશ વિરોધી નારા લગાવ્યા હતા.

You might also like