ડેરા સચ્ચા સોદા પોતાના સમર્થકોને પરત ફરવા જણાવે : હાઇકોર્ટ

ચંડીગઢ : ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સાથે જોડાયેલા કેંસમાં નિર્ણય પહેલા પંજાબ અને હરિયાણામાં તણાવ સતત વધી રહ્યો છે. તમામ સુરક્ષા વ્યવસ્થા છતા પંચકુલા સહિત અન્ય સ્થળો પર ડેરા સમર્થકોનાં ટોળેટોળા એકત્ર થવા લાગ્યા છે. હિંસાની આશંકા વચ્ચે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ડેરા પ્રમુખને નિર્દેશ આપ્યો છે કે પોતાનાં સમર્થકોને પાછા ફરવા માટે મેસેજ આપે.

શુક્રવારે ગુરમીત રામ રહીમ પર એક સાધ્વીનાં યૌન શોષણ સાથે જોડાયેલા એક કેસમાં નિર્ણય આવવાનો છે. પંચકૂલા સીબીઆઇ કોર્ટનાં નિર્ણય પર હિંસાની આશંકાને ધ્યાને રાખી હરિયાણા અને પંજાબ હાઇએલર્ટ પર છે. જો કે ડેરા સચ્ચા સોદાનાં વકીલે કોર્ટને આશ્વાસન આપ્યું છે કે કોઇ અપ્રિય ઘટના નહી બને, પરંતુ સમર્થકો સતત હિંસાની ધમકી આપી રહ્યા છે.

You might also like