EVM મુદ્દે આપ દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવી અરજી

નવી દિલ્હી : ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) મશીનમાં ટેમ્પરિંગ મુદ્દે વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટી આજે દિલ્હી હાઇકોર્ટ પહોંચી છે. પાર્ટીએ અરજી દાખલ કરીને કોર્ટને અપીલ કરી છે કે દિલ્હીનાં ત્રણેય નિગમોની ચૂંટણી ઇવીએમ સાથે વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ મશીનોનો ઉફયોગ કરવામાં આવે.

બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ ઇવીએમાં ગોટાળાનો આરોપો બાદ કોંગ્રેસ સહિત ઘણા અન્ય વિપક્ષી દળોએ પણ વિરોધ કર્યો છે. આપ અને કોંગ્રેસે 23 એપ્રીલે યોજાનાર દિલ્હીનાં ત્રણ નિગમોની ચૂંટણી ઇવીએમનાં બદલે મતપત્રથી કરાવવાની માંગ કરી છે.

કોંગ્રેસ સહિત ઘણા અન્ય વિપક્ષી દળો ઇવીએમનાં મુદ્દે ચુંટણી પંચમાં પોતાની ફરિયાદ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસે પણ માંગ કરી ચુક્યા છે. વીવીપીએટી મશીનને ઇવીએમની સાથે જોડવામાં આવે છે અને મતદાતા જ્યારે પોતાનો મત આપે છે ત્યારે તે મશીનમાંથી એક પાવતી નીકળે છે. જે તે વાતનો પુરાવો હોય છે કે તેણે કોને મત આપ્યો. મત તેનાં જ ખાતામાં ગયો તે કન્ફર્મ થાય છે.

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મતપત્ર દ્વારા નિગમોની ચૂંટણી કરાવવા મુદ્દે માંગણી રહ્યા છે અને ચૂંટણી પંચ તથા આપ પાર્ટીમાં તે મુદ્દે ગત્ત ઘણા દિવસોથી મંત્રણા પણ ચાલી રહીછે. હાઇકોર્ટમાં અરજી નિગમમાં ચૂંટણી લડી રહેલા મહોમ્મદ તાહિર હુસૈન દ્વારા દાખલ કરવામાં આવી છે.

You might also like