આ 3 જિલ્લાના લોકોને જોઈએ છે નશો કરવાની છૂટ, હાઈકોર્ટમાં અરજી

અમદાવાદ: હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીને લગતો કાયદો વધુ કડક બનાવવામાં આવ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે અને હવે એને પર પણ કમર કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં નશાના બંધાણીઓને નશો કરવાની છૂટ આપવાની માંગ સાથે હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરવામાં આવી છે.

નશો કરવા માટે માંગવામાં આવેલી છૂટ પાછળ કઈ દલીલ કરવામાં આવી છે? રાજ્યના ત્રણ જીલ્લાઓના અલગ અલગ લોકોએ પોતે નશા વગર જીવન જીવી શકશે નહિ તેવી રજૂઆત સાથે અપીલ કરી છે. આ મુદ્દે સિંગલ જજના હુકમ સામે થયેલી આ અપીલના પગલે હાઇકોર્ટની ખંડપીઠે સરકારને નોટીસ પાઠવી છે.

નશાના બંધાણીઓનો દાવો છે કે તેઓ વર્ષોથી પોષના ડોડા કે ચૂરાનું ઔષધિ તરીકે સેવન કરતા આવ્યા છે. માર્ચ 2016થી સરકારે લગાવેલા પ્રતિબંધથી તેમના જીવન જીવવાના અધિકારનું હનન થતુ હોવાની અરજી કરવામાં આવી છે. આમ તેઓના જીવવાના હક્કનું હનન થવાને મુદ્દો બનાવીને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

You might also like