હવે ભરતસિંહ સોલંકીને મળ્યું કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડું, 4 જૂને દિલ્લી જશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સાથે વિખવાદ સર્જાયો છે. જેને લઇને હાઇકમાન્ડથી ગુજરાતના નેતાઓને એક પછી એક તેડુ આવે છે. થોડા સમય પહેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેદ્રશસહ વાઘેલાને આવ્યું હતું. ત્યારબાદ શંકરસિંહ વાઘેલા હાઇકમાન્ડ સાથે મનની વાત કરી આવ્યા હતા. હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે. તેઓ 4 જૂને દિલ્લી જશે. રાજયમાં કોંગ્રેસની સ્થિતિને લઇને ભરતસિંહને દિલ્લી બોલાવાયા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચુંટણી પહેલા ચર્ચામાં છે. તેમને એક તરફ ભાજપ વારંવાર આમંત્રણ આપી રહ્યુ છે તો બીજી તરફ શંકરસિંહ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા વચ્ચે જો શંકરસિંહ કોંગ્રેસ છોડે અથવા તો નિક્રીય રહે તો તેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે તેમ છે. શંકરસિંહ વાઘેલા અને રાહુલ ગાંધી વચ્ચે 40 મિનિટ સુધી બેઠક થઇ હતી. અને શંકરસિંહ  વાઘેલાએ ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી  હતી.રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે શંકરસિંહ વાઘેલાએ મીડિયા સામે મૌન સેવ્યું હતું..

You might also like