VIDEO: અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં કમૌસમી વરસાદ, ઓખી વાવાઝોડાંને લઇ દ.ગુજરાતમાં એલર્ટ

અમદાવાદઃ ઓખી વાવાઝોડાંએ તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યા બાદ હવે તેને ગુજરાતની દિશા પકડી લીધી છે. ગુજરાત બાજુ ફંટાયેલું આ ઓખી વાવાઝોડું હવે અરબી સમુદ્રનાં માર્ગે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનાં આગાહી મુજબ હવે ઓખી વાવાઝોડું ગુજરાતનાં સુરત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાંને લઇ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના હવે વ્યક્ત કરાઈ રહી છે.

મધ્ય ગુજરાતમાં ઓખી વાવાઝોડાની અસર હાલ વધારે જોવાં મળી રહી છે. તેમજ ઓખી વાવાઝોડાને લઈને વાતાવરણમાં પણ એકાએક પલટો જોવાં મળ્યો છે. વડોદરા શહેરમાં પણ હળવા વરસાદી છાંટા જોવાં મળ્યાં છે. આ મામલે ફાયરબ્રિગેડનાં કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ પણ આપી દેવાયો છે.

અમદાવાદમાં કમૌસમી વરસાદ પડ્યો છે. અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં ઝરમર-ઝરમર વરસાદ પણ શરૂ થઇ ગયો. મણિનગર, ખોખરા, હાટકેશ્ર્વર, અમરાઈવાડી અને જશોદાનગર, વટવા સહિતનાં અનેક વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ પડ્યો છે.

જો કે હવે ઓખી વાવાઝોડાને લઈ સીએમનાં અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી છે. જે બેઠકમાં મુખ્યસચિવ ડો.જે.એન.સિંહ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં. દરિયાકાંઠાનાં વિસ્તારોનાં લોકો માટેનાં બચાવ પ્લાનની ચર્ચા કરવામાં આવી છે. જો કે હવે ઓખી વાવાઝોડું દ.ગુજરાતમાં ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે.

રાત્રિ દરમ્યાન આ વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરાઇ છે. મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી પણ કરવામાં આવી છે કે આજ મોડી રાત્રે દ.ગુજરાતમાં ઓખી વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થયો છે.

આ પવન 50થી 60 કિ.મી.ની ઝડપે ફુંકાઈ રહ્યો છે. જેને લઇ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ રહી છે. તેમજ બચાવ કામગીરી માટે NDRF અને ફાયરબ્રિગેડની ટીમને સાવચેત કરાઈ છે. વાવાઝોડાને પગલે દ.ગુજરાતમાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

સુરત, નવસારી અને રાજકોટમાં બે-બે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ સાથે જામનગરનાં વાતાવરણમાં પણ સવારથી એકાએક પલટો થતો જોવાં મળે છે. ઠંડા પવન સાથે છૂટા છવાયા કમોસમી છાંટા પણ પડ્યાં છે. બેડી પોર્ટ પર બે નંબરનું સિગ્નલ પણ અપાયું છે.

સમગ્ર તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓનો જો જરૂર જણાય તો તમામ સ્કૂલોને રજા જાહેર કરવા પણ આદેશ આપી દેવાય. વિદ્યાર્થીઓની કાળજી લેવાની સ્કૂલોને સૂચના અપાઈ છે. અને હજી પણ 7 તારીખ સુધી આ વાવાઝોડાંને લઇ હવામાન વિભાગની આગાહી છે.

You might also like